18.8 C
Gujarat
Saturday, November 21, 2026
Home HeadLines અરવલ્લી : મોડાસાના ઈસ્કોન મંદિરમાં તુલસી વિવાહ મહોત્સવની ભવ્ય ઉજવણી

અરવલ્લી : મોડાસાના ઈસ્કોન મંદિરમાં તુલસી વિવાહ મહોત્સવની ભવ્ય ઉજવણી

0

 

હરિનામ સંકીર્તન, મામેરાની વિધિ અને મહાઆરતીમાં ભક્તો ભાવવિભોર

અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસાના માલપુર રોડ પર કેનાલ રોડ સ્થિત તિરુપતિ ગોકુલધામ સોસાયટી (કોરલ સિટી પાસે) આવેલા હરે કૃષ્ણ મંદિર (ઈસ્કોન મોડાસા) ખાતે કારતક સુદ અગિયારસ એટલે કે દેવઉઠી એકાદશીના પાવન અવસરે શ્રી તુલસી વિવાહ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે તુલસી મહારાણીનો આકર્ષક શૃંગાર કરી ભક્તિભાવપૂર્વક મામેરાની પરંપરા નિભાવવામાં આવી હતી. જીવદયા પ્રેમી અને સામાજિક કાર્યકર નિલેશ જોષી, હર્ષા જોશી, પિન્ટુ પ્રભુ, પૂર્વી માતાજી, અનિલ પ્રભુ, અંજના માતાજી ને સુરેશપૃભુ સહિતના ભક્તોએ તુલસી મહારાણીના મામા બની મામેરાની વિધિ કરી વાજતે-ગાજતે વિવાહ મંડપમાં પધરાવ્યા હતા.

મહોત્સવ દરમિયાન તુલસી મહારાણીની શાસ્ત્રોક્ત મહિમા કથા, હરિનામ સંકીર્તન, ભજન, તુલસી વિવાહ વિધિ, મહાઆરતી અને તુલસી પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન વિષ્ણુ અને માતા તુલસીના પવિત્ર વિવાહ પ્રસંગે મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું.

સાંજે ૬થી રાત્રે ૮:૩૦ દરમિયાન યોજાયેલા આ ધાર્મિક મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. અંતે સૌ ભક્તો નો આભાર ગંગા માતાજી ભરતી માતાજી વ્યક્ત કરી ભક્તો મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!