૨૮ ટ્રેડના તેજસ્વી તાલીમાર્થીઓને પ્રમાણપત્ર અને ગોલ્ડ, સિલ્વર તથા બ્રોન્ઝ મેડલથી
અરવલ્લી જીલ્લાના મોડાસા સ્થિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ખાતે આજે પાંચમા કોન્વોકેશન (દીક્ષાંત સમારોહ)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં સંસ્થામાં ચાલતા વિવિધ સ્કિલના કુલ ૨૮ ટ્રેડમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે ઉત્તીર્ણ થયેલા તેજસ્વી તાલીમાર્થીઓને પ્રમાણપત્રો તેમજ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પાંચમા દીક્ષાંત સમારોહમાં અરવલ્લી જીલ્લા પંચાયત પ્રમુખ મયુર પટેલ,મોડાસા તાલુકા પંચાયત પ્રમુખ ભારતીબેન ખાંટ તેમજ અરવલ્લી જિલ્લામાં કાર્યરત ગોપાલ સ્નેક્સ પ્રાઇવેટ લિમિટેડના મુકેશ પટેલ અને વિપુલ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં તાલીમાર્થીઓના વાલીઓ, સુપરવાઇઝરો અને ફોરમેનો હાજર રહ્યા હતા.





