74-મા ગણતંત્ર દિવસની ઉજવણીનો પ્રારંભ નવી દિલ્હી ખાતે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતીને મનાવવાની સાથે શરુ થઇ ગયો છે; જે તા.31 જાન્યુઆરી , 2023 સુધી ચાલશે.
26 જાન્યુઆરીના રોજ ”કર્તવ્ય પથ” ઉપર રાષ્ટ્રીય પરેડ અને વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખીઓના નિદર્શન બાદ આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીની એક શ્રુંખલારૂપે તા.27 જાન્યુઆરીના રોજ ગુજરાત રાજ્યની ઝાંખીના સૌ કલાકારો તથા માહિતી નિયામકની કચેરીના અધિકારી પંકજ મોદી અને સંજય કચોટે રાષ્ટ્રપતિ ભવન ખાતે મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સાથે મુલાકાત કરી હતી.





