30 C
Ahmedabad
Thursday, April 25, 2024

પાકિસ્તાનની પડતી !! અમેરિકી ડોલર સામે પાકિસ્તાની રૂપિયો સૌથી નીચા સ્તરે ગબડ્યો


યુએસ ડોલર સામે પાકિસ્તાની રૂપિયો ઐતિહાસિક નીચી સપાટીએ ગયો હતો. ગુરુવારે મળેલા સમાચાર મુજબ આ ઘટાડો 1999 પછીનો સૌથી મોટો ઘટાડો છે.

પાકિસ્તાન અત્યારે ભયંકર આર્થિક સંકળામણમાં છે. ગુરુવારે પાકિસ્તાની રૂપિયો 24.11 તૂટ્યો છે, જે અમેરિકી ડૉલરની સરખામણીએ 255.43 જેટલો નીચો છે. આ 1999 પછીનો એક દિવસમાં સૌથી મોટો ઘટાડો છે. પાકિસ્તાની રૂપિયો હજુ વધુ ઘટવાની ભીતિ છે. 2019માં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનની સરકારે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)માંથી મલ્ટિ-બિલિયન ડોલર લોન પેકેજની દલાલી કરી હતી, પરંતુ અર્થતંત્ર પર આનાથી અવળી અસર થઈ હતી અને પાછળની તરફ સરક્યું હતું. કટોકટીગ્રસ્ત અર્થતંત્રને બચાવવા માટે IMF પાસેથી ખૂબ જ જરૂરી લોન મેળવવા માટે સરકારે ચલણ પરની તેની પકડ હળવી કરી છે. પાકિસ્તાની રૂપિયો તૂટવા છતાં, પાકિસ્તાનના શેરબજારમાં સકારાત્મક સંકેતો જોવા મળ્યા. બેન્ચમાર્ક KSE-100 ઇન્ડેક્સ 2.4 ટકા વધ્યો છે, જે પાંચ મહિનામાં સૌથી વધારે છે. નિષ્ણાંતોએ પાકિસ્તાનના આ પગલાને સ્વાગતના રુપમાં રજૂ કર્યું છે.

Advertisement

કરાચીમાં JS ગ્લોબલ કેપિટલ લિમિટેડના રિસર્ચ હેડ અમરીન સૂરાનીએ જણાવ્યું કે જો સ્થિતિ આવી જ રહી તો રૂપિયો સતત નબળો પડતો રહેશે, અને જૂનના અંત સુધીમાં 260 પ્રતિ ડોલર સુધી પહોંચી શકે છે. વૈશ્વિક રેટિંગ એજન્સીઓ પાકિસ્તાનના અર્થતંત્ર માટે નેગેટિવ આઉટલુક દર્શાવે છે. નાણાકીય માર્કેટ પર વધારાનું દબાણ ફોરેક્સ માર્કેટ પર ઊભું થયું છે. વળી, રાજકીય અનિશ્ચિતતાને કારણે બજારનું સેન્ટિમેન્ટ ને રૂપિયાનું ડેપ્રિસિયેશન ચાલુ રહ્યું છે, એમ કેપિટલ માર્કેટના નિષ્ણાત મોહમ્મદ સાદ અલીએ જણાવ્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!