31 C
Gujarat
Friday, July 17, 2026
Home કરંટ ઇશ્યુ અરવલ્લી જિલ્લામાં ઉમેદવારો ભાડૂ ચુકવતા રહ્યા વહીવટી તંત્ર રવિવારની રજામાં મસ્ત, દાહોદ...

અરવલ્લી જિલ્લામાં ઉમેદવારો ભાડૂ ચુકવતા રહ્યા વહીવટી તંત્ર રવિવારની રજામાં મસ્ત, દાહોદ વહીવટી તંત્રએ અધિકારીઓને સૂચનો કર્યા

0
107

જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લીકની ઘટના સામે આવતા પરીક્ષાર્થીઓને હાલાકીઓનો સામનો કરવો પડ્યો છે ત્યારે અલગ અલગ જગ્યાએ વહીવટી તંત્ર સાબદુ બન્યું છે. દાહોદ જિલ્લા વહીવટી તંત્રએ અધિકારીઓને સૂચનો કરીને ઉમેદવારોને હાલાકીઓને ન પડે તે માટે સૂચનો કર્યા હતા જોકે અરવલ્લી જિલ્લાના અધિકારીઓ રવિવારની રજામાં મસ્ત હોય તેવું લાગે છે.

કોઈપણ અધિકારીઓ એસ.ટી. ડેપો માં ન પહોંચ્યા જેને લઇને પરીક્ષાર્થીઓએ ભાડૂ ચુકવવાનો વારો આવ્યા અને કેટલીક જગ્યાએ શાબ્દિક યુદ્ધ જેવા દ્ર્શ્યો પણ જોવા મળ્યા હતા. સંદેશાઓના યોગ્ય આપ-લે ન થવાને કારણે આવી સમસ્યાઓ સર્જાઈ અને પરીક્ષાર્થીઓના માથે પડતા પર પાટુ મારવા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

પેપર લીકની ઘટના થઈ પણ ત્યારપછીની પરીક્ષાર્થીઓને જે હાલાકીઓ પડી તેના સમાધાન અથવા તો તેના નિરાકરણ માટે તંત્રએ જવાબદારી ઉઠવાવી જોઈએ, એસ.ટી. વિભાગને સૂચનો કરવા જોઈતા હતા, પણ આવું ન થવાને લઇને પરીક્ષાર્થીઓમાં રોષ જોવા મળ્યો અને ભાડુ ચુકવવાનો વારો આવ્યો હતો. બીજી બાજુ દાહોદ જિલ્લા વહીવટી તંત્રએ આ બાબત ખૂબ જ ગંભીરતા દાખવી અને અધિકારીઓને જરૂરી સૂચનો કરીને એસ.ટી. સ્ટેશનની મુલાકાત કરવા માટે જણાવતા એસ.ટી. સ્ટેશનથી ખાસ એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!