32.3 C
Gujarat
Friday, July 17, 2026
Home HeadLines Paper Leak: જુનિયર ક્લાર્કની પરીક્ષાની નવી તારીખને લઇનેે મોટા સમાચાર, વાંચો ક્યારે...

Paper Leak: જુનિયર ક્લાર્કની પરીક્ષાની નવી તારીખને લઇનેે મોટા સમાચાર, વાંચો ક્યારે યોજાશે પરીક્ષા

0
234

જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફુટ્યા બાદ સમગ્ર રાજ્યમાં હડકંપ મચી જવા પામ્યો હતો તો બીજી બાજુ પરીક્ષા ક્યારે લેવાશે તેવા પણ સવાલો ઉઠી રહ્યા હતા. આ વચ્ચે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ સંદીપ કુમારે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે કહ્યું કે, ગુજરાત બહારની સંગઠિત ગેંગ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હોવાની પ્રાથમિક વિગત સામે આવી છે. આ મામલે 15 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત આગામી 100 દિવસમાં આ પરીક્ષા લેવામાં આવશે. શાળાઓ અને અન્ય પરીક્ષાઓને ધ્યાનમાં રાખી પરીક્ષાની તારીખ નક્કી કરવામાં આવશે. ઉમેદવારોને પરીક્ષા આપવા માટે મુસાફરી વ્યવસ્થા કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!