32.7 C
Gujarat
Tuesday, July 14, 2026
Home ક્રાઇમ સ્ટેટ મોનેટરીંગ સેલ અરવલ્લીમાં ત્રાટકી : ધનસુરા પોલીસના નાક નીચે આકરૂન્દ રોડ...

સ્ટેટ મોનેટરીંગ સેલ અરવલ્લીમાં ત્રાટકી : ધનસુરા પોલીસના નાક નીચે આકરૂન્દ રોડ પરથી વરલી-મટકાના જુગારનો પર્દાફાશ,13 ખેલી દબોચ્યા

0
114

સ્ટેટ મોનેટરીંગ સેલના દરોડાથી ધનસુરા પોલીસ, એલસીબી એસઓજી પોલીસની કામગીરી સામે અનેક સવાલ પેદા કર્યા

અરવલ્લી જીલ્લામાં વરલી-મટકાના જુગારની બદી ધીરેધીરે સમગ્ર જીલ્લામાં ફૂલીફાલી છે સ્ટેટ મોનેટરીંગ સેલની ટીમે ધનસુરા પોલીસના નાક નીચે વડાગામ થી આકરૂન્દ તરફ રોડ પર ચાલતા વરલી-મટકાના જુગારધામનો પર્દાફાશ કરી 1.54 લાખના મુદ્દામાલ સાથે 13 શકુનિઓને દબોચી લીધા હતા વરલી-મટકાનું સ્ટેન્ડ ચલાવતો બિરેન્દ્ર ઉર્ફે પલાબાપુ દલપતસિંહ રાઠોડ સ્ટેટ મોનેટરીંગ સેલને ચકમો આપી ફરાર થઇ ગયો હતો ધનસુરા પોલીસે બીજા દિવસે બિરેન્દ્ર રાઠોડને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

ધનસુરાના વડાગામના આકરૂન્દ રોડ પર વરલી-મટકાના હારજીતના આંકડા લખાવવાનો અડ્ડો બિરેન્દ્ર રાઠોડ ઉર્ફે પલાબાપુ રાઠોડ ચલાવતો હોવાની બાતમી સ્ટેટ મોનેટરીંગ સેલને મળતા તાબડતોડ ત્રાટકી જુગારધામ પર પૈસાથી જુગાર રમતા 13 જુગારીઓને દબોચી લઇ તેમની અંગજડતી લેતા રૂ.23160 , મોબાઇલ-9 રૂ.31500 તથા બાઈક-4 મળી કુલ રૂ.1.54 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

શકુનિઓના નામ વાંચો
1) જીગ્નેશ મુકુંદ રાવલ (વડાગામ)
2)અમૃત કોહ્યા ઠાકોર ( ધનસુરા)
3)યુનુસ આલમ મન્સૂરી (તલોદ-સાબરકાંઠા)
4)પ્રકાશ રમણ ખાંટ (વડાગામ)
5)કરણસિંહ ઘનશ્યામસિંહ પરમાર (વડાગામ)
6)મુકેશ બાલા પરમાર (પાંચ કુહાડા)
7)છનાજી મંગાજી પરમાર (સાગપુર,તલોદ-સાબરકાંઠા)
8)કેતન જીવણ ચમાર (સાગપુર,તલોદ-સાબરકાંઠા)
9)વિજય જીગા મારવાડી (ધનસુરા)
10)જીતેન્દ્ર રમણ ઠાકોર (ધનસુરા)
11) ભુપત ગગજી પરમાર (વડાગામ)
12)મોહન અંબા ઠાકોર (ધનસુરા)
13)રાકેશ અરખા પરમાર (વડાગામ)
14)બિરેન્દ્ર ઉર્ફે પલાબાપુ દલપતસિંહ રાઠોડ (વડાગામ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!