37 C
Gujarat
Tuesday, July 14, 2026
Home HeadLines સાબરકાંઠા: નેશનલ હાઈવે નંબર 8 પર કારની ટક્કરે સલાલની મહીલાનું કમકમાટીભર્યું મોત,પતિ...

સાબરકાંઠા: નેશનલ હાઈવે નંબર 8 પર કારની ટક્કરે સલાલની મહીલાનું કમકમાટીભર્યું મોત,પતિ ગંભીર રીતે ઘાયલ

0
122

ગાડીનું બોનેટ ચિરાઈને મોટરસાયકલનો અડધો ભાગ કારમાં ઘૂસી ગયો

સાબરકાંઠા જિલ્લાના નેશનલ હાઇવે નં 8 કાટવાડ પુલ પર બાઈક ચાલક પસાર થઈ રહ્યો હતો ત્યારે પાછળથી અમદાવાદ તરફથી આવતી અટીગા કાર પુરપાટ ઝડપે આવી બાઈકને પૂર જોશથી ટક્કર મારી હતી જેને લઇ બાઈકનો પાછળનો ભાગ કારમાં જ ફસાઈ ગયો અને કાર દોડતી રહી બાઈક લઈને ત્યારે બે વ્યક્તિને ગંભીર ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હિંમતનગર અને ત્યાંથી અમદાવાદ મોકલવામાં આવ્યા છે.

મળતી વિગત મુજબ સલાલ ગામના દશરથસિંહ પુજસિહ તેમની પત્ની તેજુબેન સાથે હિંમતનગર થી સલાલ આવતા હતા ત્યારે કાટવાડ ઓવરબ્રિજ ઉપર અમદાવાદ તરફથી આવતી અર્ટીગા કાર નંબર Gj 01Rk 1308 ના ચાલકે પુર ઝડપે આવી બાઈકને પાછળથી ટક્કર મારી હતી ત્યારે બાઈક ચાલક અને તેમના પત્ની રોડ ઉપર ફેંકાઈ ગયા હતા કાર એટલી પૂર ઝડપે હતી કે બોનેટ ચિરાયીને સાયકલ કારમાં ફસાઈ ગઈ હતી.

કાલની ટક્કરે બાઇક પર સવાર મહિલાનું ઘટના સ્થળે જ મોતને નીપજ્યું હતું ત્યારે બાઈક ચાલકને ગંભીર ઇજાઓ થતા હિંમતનગર સિવિલને ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે ત્યાં લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા અને પોલીસને પણ ઘટનાની જાણ થતા દોડી આવી અને કારચાલક વિરોધ કાર્યવાહી હાથ ધરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!