37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home રાજનીતિ શું આ જ કારણથી હાર્દિક પટેલ નારાજ થઈ આપ સાથે જોડાઈ શકે...

શું આ જ કારણથી હાર્દિક પટેલ નારાજ થઈ આપ સાથે જોડાઈ શકે છે ?

0
344

કોંગ્રેસના બે નેતાઓ વચ્ચે ડખો પડતા હાર્દિક પટેલે લઈ શકે છે આમ આદમી પાર્ટીમાં જોડાવાનો નિર્ણય. આ વાતની ચર્ચાનું જોર અત્યારે જોવા મળી રહ્યું છે.

કોંગ્રેસના બે દિગ્ગજ નેતા વચ્ચે ડખો દિલ્હી સુધી પહોંચ્યો છે. યુથ કોંગ્રેસની બેઠક બાદ હાર્દિક પટેલ અને ઇન્દ્રવિજયસિંહ વચ્ચે અંદરોઅંદર ડખો ચાલતો હોવાનું જાણવા મળી રહ્યું છે. કોંગ્રેસના બંને મોટા નેતાઓ છે. જેમની વચ્ચે યુથ કોંગ્રેસની ચૂંટણી સમયથી ડખો પડ્યો હોય તેવું લાગી રહ્યું છે. સમાધાનના ગુજરાતના નેતાઓ તેમજ યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખે પ્રયત્ન કર્યો હતો. બંને વચ્ચે સમાધાન કરાવવાનો પણ પ્રયત્ન પણ નિષ્ફળ ગયો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. કોંગ્રેસ હાઈ કમાન્ડ સુધી આ ફરિયાદ પહોંચી છે.તેવામાં હાર્દિક પટેલ આમ આદમી પાર્ટી સાથે જોડાય તેવી શક્યતાઓ વધી છે.
હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી ચર્ચા એ અત્યારે જોર પકડ્યું છે. સૂત્રો પાસેથી આ માહિતી સામે આવી છે. હાર્દિક પટેલ અને આપના ટોચના નેતાઓ વચ્ચે વાતચીત થઈ હોવાની શક્યતાઓ જાહેર કરાઈ છે.
કોંગ્રેસમાં મહત્વ નું પદ ના મેળવી શકતા હાર્દિક ને આમ આદમી પાર્ટીમાં મહત્વની ભૂમિકા મળી શકે છે કોંગ્રેસની અંદર હાસ્યમાં હાર્દિક પટેલ ધકેલાઈ ગયા છે ત્યારે કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતા છે. આમ આદમી પાર્ટીમાં મોટું પદ મળી શકે છે. 2022 ની વિધાનસભાની ચૂંટણી પહેલા મોટા ફેરફારની શક્યતા ઓછી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!