29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines મહિસાગરના લુણાવાડામાં ગમખ્વાર અકસ્માત, જાનૈયાઓ ભરેલ ટેમ્પો પલટી જતાં 7 મોત

મહિસાગરના લુણાવાડામાં ગમખ્વાર અકસ્માત, જાનૈયાઓ ભરેલ ટેમ્પો પલટી જતાં 7 મોત

0
130

બુધવારનો દિવસ ગુજરાતમાં શોકનો દિવસ રહ્યો હતો અરવલ્લી અને મહિસાગર જિલ્લામાં બે ગમખ્વાર જેમાં કુલ 10 લોકોના મોત નિપજ્યા છે. મહિસાગર જિલ્લાની વાત કરીએ તો લુણાવાડામાં  ટેમ્પો પલટી જતાં ગમખ્વાર અકસ્માત થયો હતો, જ્યાં ટેમ્પોમાં જઈ રહેલા જાનૈયાઓ અકસ્માતનો ભોગ બન્યા હતા જ્યારે 30 થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા જ્યારે વધુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા લોકોને ગોધરા રીફર કરાયા હતા.

તો બીજી બાજુ અરવલ્લી જિલ્લામાં પણ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. કાર અને  બુલેટ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાંને લઇને સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!