31.3 C
Gujarat
Wednesday, August 26, 2026
Home ગુજરાત અરવલ્લી : કારમાં આગમાં આગ લાગી પરિવારજનોનો આબાદ બચાવ, વણીયાદ-રેલ્લાવાડા રોડ પર...

અરવલ્લી : કારમાં આગમાં આગ લાગી પરિવારજનોનો આબાદ બચાવ, વણીયાદ-રેલ્લાવાડા રોડ પર કારમાં આગ લાગતા ટોળેટોળા ઉમટ્યા

0

 

ઉનાળાની શરૂઆત થતાની સાથે ઠેર ઠેર આગ બનાવની ઘટનાઓ વધી રહી છે મોડાસા તાલુકાના વણીયાદ-રેલ્લાવાડા રોડ પરથી પસાર થતી કારમાંથી ધુમાડો નીકળતા કાર ચાલકે સમયસૂચકતા વાપરી કારને રોડ સાઈડ ઉભી રાખી દઈ કાર ચાલક અને તેના પરિવારજનો નીચે ઉતરી જતા આબાદ બચાવ થયો હતો ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા ફાયર બ્રિગેડ ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો

વણીયાદ-રેલ્લાવાડા રોડ પર દોડતી કારમાં અગમ્ય કારણોસર આગ લાગતા કાર ચાલક અને તેનો પરિવાર ફફડી ઉઠ્યો હતો કાર ચાલકે કાર રોડ પર ઉભી રાખી પરિવારજનો સાથે ઉતરી ગયો હતો કારમાં આગે રૌદ્ર સ્વરૂપ પકડાતા કારના આગળના ભાગેથી લબકારા મારતી આગ સાથે ધુમાડાના ગોટેગોટા નીકળતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા જો કે લોકોએ આગ લાગેલી કારથી દૂર રહેવાનું મુનાસીબ માન્યું હતું મોડાસા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો સદનસીબે જાનહાની ટળતા કાર ચાલક તેના પરિવારજનો અને લોકોએ હાશકારો અનુભવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!