27 C
Ahmedabad
Saturday, April 20, 2024

કાંતિ ભટ્ટ સ્મારક, ગુજરાતી ગૌરવ અને શું શાં પૈસા ચાર


લેખક-મહેન્દ્ર બગડા

Advertisement

તારીખ એકવીસ ફેબ્રુઆરીના રોજ અમદાવાદના ભવન્સ કોલેજના કેમ્પસમાં એક અદ્દભુત કાર્યક્રમ યોજાઈ ગયો. યોગાનુ યોગ તે દિવસ પણ વિશ્વ ગુજરાતી દિવસ હતો. ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વના અઢિસો વર્ષના ઈતિહાસમાં અનેક વિલક્ષણ લેખકો , વાર્તાકારો, પત્રકારો વગેરે પોતાનુ નામ સુવર્ણ અક્ષરોમાં લખાવી ચુક્યા છે. અનેક સાહિત્યકારને પ્રજાએ દિલથી નવાજી છે. અનેક લેખકો, પત્રકારો, કવિઓને પોતાના હૃદયમાં ઉચ્ચ સ્થાન આપ્યુ છે. નર્મદથી લઈ મુન્શી, ગો.વા.ત્રીપાઠીથી લઈ રમેશ પારેખ અને બક્ષીબાબુથી લઈ હરકિસન મહેતા અને વજુ કોટક અને આ ઉપરાંતના અનેક સેંકડો ચમકતા સિતારાઓ એ  મારી, આપણી માતૃભાષાને ગરીમાપુર્ણ સ્થીતીએ પહોંચાડી છે.

Advertisement

આ બધા ચમકતા સિતારામાં અમારા ગોહિલવાડનો નરબંકો અને કલમવિર એટલે કાંતી ભટ્ટ. મુળ મહુવાના ઝાંઝમેરના કાંતિ ભટ્ટે ગુજરાતી પત્રકારત્વ, ઈતિહાસ અને જીવાતી ઝીંદગીનુ અદ્દભુત આલેખન લગભગ ચાલીસ વર્ષ સુધી અવિરત કરતા રહ્યાં. ભાગ્યેજ કોઈ કોલમીસ્ટ આટલી લાંબી મજબ લગાતાર કાપી શક્યા હશે. અને કલમની તાકાત કેટલી હશે કે ચાલી વર્ષ સુધી સતત એક વ્યાપારી મનોવૃતીવાળી પ્રજા તેને પ્રેમની વાંચતી રહી, નવાજતી રહી. લખવુ સહેલુ છે, પરંતુ સતત લખતા રહેવુ અને એક ચોક્કસ આગ્રહ ધરાવતી પ્રજાને ચાલીસ વર્ષ સુધી વાંચતા રાખવા એ જુદી વાત છે.
લગભગ અઢાર હજારથી વધુ આર્ટીકલ. કલ્પના કરી જુઓ, અઢાર હજાર આર્ટીકલ એટલે કે આટલા ટોપીક થઈ ગયા. આટલા વૈવિધ્યસભર ટોપીક પર આટલી સરળ અને પ્રજાને દિલીમાં ઉતરી જાય તે રીતે લખવુ તે કંઈ જેવી તેવી સીધ્ધી નથી. કાંતી ભટ્ટ હવે ફરી કોઈ નહી થઈ શકે. જેમ અમિતાભ બચ્ચન, લતા મંગેશકર, ઓશો, ગુલઝાર, બક્ષી એમ કાંતી ભટ્ટ નજીકના દાયકામાં થવુ અસંભવ છે. આટલા ઝનુનથી કોઈ પત્રકારત્વ, લેખન કેમ કરી શકે. એક પણ બ્રેક વગર બસ લખવુ અને લખવુ. એ પણ સાત્વીક, જીવન ઉપયોગી, સમાજમાં સકારાત્મક બદલાવ આવે તેવુ લખવુ અધરુ છે. કોઈની પણ શેહશરમ નહી, કોઈની ફેવર કે પોતાના અંગત લાભો માટે વિરોધ નથી. જે સાચુ હોય તે કહેવુ અને લખવુ.

Advertisement

સુર્યની નીચેના એક પણ વિષય એવો નહી હોય કે જેના પર કાંતી ભટ્ટે લખ્યુ ના હોય. પોતાના દરેક  આર્ટીકલમાં ગોધે, શેક્સપીયર, બર્ટાન્ડ રસેલ, રુમી, ગુર્જીએફ, થોરો, નિત્સે, માર્કસ, બુધ્ધ , મહાવિર અને એવા સેંકડો ચિંતકો, લેખકોની કોઈને કોઈ માર્મીક વાત પોતાના વાચકોને અચુક આપે. દુર દેશાવરમા રહેતો કે ગીરના નેસડામાં રહેતો વાચક કાંતી ભટ્ટ્ના કારણે મહાન લેખકોની આખી કિતાબ તો નહી પરંતુ તેના કેટલાક વાક્યોથી પરિચતી અચુક થઈ જાય.

Advertisement

ગુજરાતી ભાષા અને સાંપ્રત સમયની વાત પહેલા કાંતી ભટ્ટ મેમોરિયલ વિશે થોડી વાત. ભવન્સના ડિરેક્ટર શ્યામ પારેખ અને શિલા ભટ્ટ વચ્ચે એક ઔપચારીક વાત થઈ. શિલાબહેને કહ્યુ કે કાંતી ભટ્ટ્નુ અદ્દભુત કલેક્શન અને તેમના પુસ્તકો કોઈક રીતે સચવાવા જોઈએ. શિલા બહેન પોતે પણ એટલા કેપેબલ છે કે કાંતી ભટ્ટની તમામ યાદીઓ ક્યાંક સારી રીતે રાખી શકે, પરંતુ તેમણે કહ્યું કે  આ વ્યક્તીગત ન રહે અને સમગ્ર પ્રજાની બને તો સારુ. કાંતી ભટ્ટે પોતાના આર્ટીકલ અને પુસ્તકો એટલા જનતપુર્વક સંગ્રહ્યા છે કે જોનાર ચકિત થઈ જાય.

Advertisement

શ્યામ પારેખે આ બીડુ ઝડપ્યુ. ભવન્સમાં એક કાંતી ભટ્ટ્ મેમોરિયલ અને વાંચનાલય કાયમ માટે ઉભુ કરવાનુ નક્કી કર્યુ.  અમદાવાદમાં કોઈ સંપ્રદાયના સુર્વણ ઉત્સવમાં પાંચસો કરોડ ફેંકી દેતી કે પછી પાલિતાણામાં કોઈ ઉછામણીમાં કરોડો રુપિયા ઉડાવતી પ્રજા પોતાના પ્રિય લેખક માટે થોડાક લાખ રુપિયા ન એકઠી કરી શકી. મુંબઈ, ગુજરાત અને કાઠિયાવાડ કે પછી લંડન અમેરિકામાં સાવ શીખાવ ગવૈયા પર કરોડો રુપીયા એક જ ફાલતુ ગીત પર ઉડાવી દેનાર ગુજરાતી પ્રજા કાંતી ભટ્ટ મેમોરિયલ માટે કંઈ ના કરી શકી. ભવન્સ કોલેજ અને ટ્રષ્ટ્રની એક આર્થીક મર્યાદા હતી, તેમણે અમુલ્ય જગ્યા અને રખરખાવટની જવાબદારી લીધી. પછી, લાઈબ્રેરી અને સંગ્રાહલય માટેના ધનની ગોઠવણી કોણ કરે. અંતે શીલા ભટ્ટે જ આ આર્થીક જવાબદારી સ્વીકારી લીધી. ધન્ય પ્રજા છે, ચાલીસ વર્ષ સુધી ગુજરાત , ગુજરાતી અને તેમની પરંપરા, તેમના સારા નરસાની વાત રોજે રોજ લખનાર માણસ માટે એક પણ ધનિક ગુજરાતી આગળ ન આવ્યો. કાંતી ભટ્ટ્ પોતાને ઓળખે છે તેવી શેખી મારનાર એક પણ અબજપતી કે પછી મારા પોતાના ગામ મહુવાનો કાંતીભાઈ છે તેવુ કથાઓમાં કહેનાર મોરારી દાસ હરિયાણી બાપુ કદાચ આ કાર્યક્રમથી અજાણ હશે અથવા તો કથાઓની વ્યસ્તતાના કારણે પોતાના હમ વતનીને પોંખવામાં ઉણા ઉતર્યા.

Advertisement

ખેર, સ્વખર્ચે શીલા ભટ્ટે મેમોરિયલ બનાવી કાંતી ભટ્ટ્ને સદાય અમર કરી દીધા. જ્યાં સુધી ગુજરાત અને અમદાવાર અને ભવન્સ રહેશે ત્યાં સુધી કાંતી ભટ્ટ સતત રહેશે. શિલા ભટ્ટ્ના પ્રેમને પણ સલામ મારવી પડે. તમે કોઈને ખુબ ચાહ્યા હોય તો તેની પાછળ કંઈ તાજમહેલ બનાવો તો જ સાચો પ્રેમ કહેવયા એવુ નથી, પ્રિય પાત્ર પાછળ લાઈબ્રેરી અને સંગ્રાહલય બનાવી શિલા ભટ્ટ સાહિત્યના શાહજહાં સાબીત થયા.

Advertisement

જો કાંતી ભટ્ટ્ કે બક્ષી બંગાળમાં હોત તો જેવા ખુબ ચવાઈ ગયેલા પ્રશ્ન પર નથી જવુ પરંતુ કાંતિ ભટ્ટ કક્ષાના લેખકનુ આપણે જોઈએ તેવુ સન્માન કરવામાં નિષ્ફળ ગયા છીએ. આજે જે લોકો કલમના જોરે ચમકી રહ્યાં છે તેમણે પણ વિચારવુ પડશે કે જો પ્રજા કાંતી ભટ્ટ્ને પણ સન્માન આપવામાં પીછેહઠ કરે તે બાકીના લેખકોને કેવી રીતે યાદ રાખશે..

Advertisement

સૌથી નિરાશ કર્યા હંમેશની જેમ સત્તા પક્ષના રાજનેતાઓએ  .શિલા ભટ્ટ્ કદાચ અંગ્રેજીમાં લખે છે, દિલ્હીમાં રહે  છે અને એન્ટી એસ્ટાબ્લીશ સ્ટોરી કરે છે  અથવા તો તેમનુ અંગ્રેજી લખાણ સત્તા પક્ષમાં રહેલા લોકોને સમજાતુ નથી, જે કંઈ પણ કારણ હોય પરંતુ એક પણ ભાજપના નેતાઓ કે કાર્યકરો આટલા મોટા ભવ્ય કાર્યક્રમમાં દેખાયા નહી. સતત મોદી સાહેબ અને અમિત શાહ ગુજરાતી અસ્મીતા, ગુજરાતી કલ્ચર અને સંસ્કૃતીની દુહાઈ આપ્યા કરે છે પરંતુ તેમના પક્ષના એક પણ નેતા કે કાર્યકરને ગુજરાતની આ અસ્મીતા દેખાઈ નહી. કદાચ તેઓ એમ સમજ્યા હશે કે આ શિલા ભટ્ટનો કાર્યક્રમ છે. તો તેમને જણાવી દઈએ કે આ કાંતિ ભટ્ટનો કાર્યક્રમ હતો. જો કે કાર્યક્રમના આયોજકો પર દિલ્હીથી ગુજરાતના ટોચના નેતાનો ખુબ ભાવવિભોર કરી દે તેવો પત્ર આવ્યો કે કાંતી ભટ્ટ્નુ ગુજરાતને પ્રદાન અનેરુ છે. ખેર કોંગ્રેસના શક્તીસિંહ , ભરતસિંહ સોલંકી અને મનિષ દોષીએ કાંતી ભટ્ટ્ને વર્ષો સુધી વાંચ્યા છે એટલે તેઓ આવ્યા અને અંત સુધી કાર્યક્રમ માણ્યો.

Advertisement

મુધરાયને યુવાનીમાં ખુબ વાંચ્યા. એમની બાંશી નામે છોકરી અને કિમ્બલ રેવન્સવુડ લગભગ એક બેઠકે વાંચી હતી. રુબરુ મળ્યા પછી લાગ્યુ કે આ મહાન લેખકો પુસ્તકના પાના પર જ સારા લાગે છે. કાંતી ભટ્ટ વાંચનાલય લોકાર્પણમાં તેઓ મુખ્ય અતિથી હતા. તેમનુ ઉદ્દબોધન એટલુ બોરીંગ અને  સ્વકેન્દ્રી હતુ કે નિરાશ થઈ જવાય. કદાચ કાંતી ભટ્ટની તેમને ઈર્ષા આવતી હશે પરંતુ જેમના લગ્નમાં ગયા હોય ત્યાં તેમના ગીતો ગાવા જોઈએ એટલો વિવેક પણ કદાચ તે ઉમરના લીધે ચુકી ગયા હશે. ખેર, બાકીના વકતાઓએ પોતાની સમજ પ્રમાણે કહ્યું. શિલા બહેનનુ ભાષણ દિલથી હતુ. કોઈ વાંચેલી કે તૈયાર કરેલી સ્ક્રીપ્ટ ના હતી.

Advertisement

મેધાણી, બક્ષી, હરકિસન મહેતા, કાંતી ભટ્ટ્, સ્વામી સચ્ચીદાનંદ, ચુનિલાલ મડિયા, ડો. ખત્રી સાહેબ, પન્નાલાલ પટેલ, વજુ કોટક, ભુપત વાડોદરિયા અને આવા અનેક મહારથીઓ ગુજરાતી સાહિત્યમાં પોતાનુ યોગદાન આપી ભાષાને વૈભર પુરો પાડ્યો છે. ચાર બંગડી વાળા એક ગીત પર બે કરોડ ફેંકતી પ્રજાએ પોતાના લેખકો, પત્રકારો, ઇતિહાસકારો અને કવીઓને પણ યાદ રાખવા પડશે. નહી તો પ્રજાનુ સાંસ્કૃતિક પતન થશે.

Advertisement

ફરી એક વખત શ્યામ પારેખ, શિલા ભટ્ટ અને આ મેમોરિયલમાં જેમણે મદદ કરી છે એ તમામનો આભાર. નહી તો,  ગુજરાતમાં અનેક ઈન્ડસ્ટ્રીઝ છે, મોટા મોટા વૈશ્વિક નેતાઓ છે, તમામે તમામ બેઠકો જીતી જાય તેવા પક્ષ પ્રમુખો છે, નીતબેન અંબાણીથી લઈ હિન્ડનબર્ગની હડફેટે ચડી ગયેલા ગૌતમભાઈ અદાણી છે, રમેશભાઈ ઓઝા અને કથાકાર મોરારીબાપુ પણ છે અને સંપ્રદાયોના અમેરિકન એક્સન્ટવાળુ અંગ્રેજી બોલતા સ્વામીઓ પણ છે પરંતુ એક પણ આમાનાં સાહિત્યના, ગુજરાતીને ગૌરવ થાય તેવા પ્રસંગે પધાર્યા નહી અને નોંધ પણ ના લીધી. આટલો ફરક છે બંગાળી પ્રજા, મલયાલમી પ્રજા અને મરાઠી પ્રજામાં. ફરી એક વખત જુની કહેવત, શું શાં પૈસા ચારની જય હો.

Advertisement

લેખક પ્રસિધ્ધ ન્યુઝ રિપોર્ટર અને ગુજરાતના સૌથી લોકપ્રિય ટીવી શો ભાઈ ભાઈના એન્કર છે.
પ્રતિભાવ માટે વોટ્સએપ નંબર-9909941536
ખાસ નોંધ- માર્ક ટ્વેઈને જેમ કહ્યુ એમ મને વિવેચન સામે વાંધો નથી પરંતુ તે મારી ઈચ્છા મુજબનુ હોવુ જોઈએ. એટલે પ્રતિભાવોમાં માત્ર વખાણ કરવા હોય તો જ પ્રતીભાવ મોકલવો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!