29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત ભાજપે હિંમતનગર ખાતે શ્રી કમલમ નવીન કાર્યાલયનું ખાતમુહૂર્ત કર્યું.

ભાજપે હિંમતનગર ખાતે શ્રી કમલમ નવીન કાર્યાલયનું ખાતમુહૂર્ત કર્યું.

0
142

 

પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિત જિલ્લા સાંસદ અને ધારાસભ્ય હાજર રહ્યા

ગુજરાતમાં પ્રચંડ જીત મેળવ્યા બાદ આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પટેલ સાબરકાંઠાના એક દિવસના મહેમાન બન્યા હતા જ્યાં તેમને શ્રી કમલમ ની ખાતમુરત વિધિ પતાવી આગામી સમયમાં લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવવા તમામ કાર્યકર્તાઓને હાકલ કરી હતી સાથોસાથ ગુજરાતમાં પ્રચંડ જીત અપાવવા બદલ તમામ કાર્યકરોનો આભાર પણ માન્યો હતો.

 

સાબરકાંઠાના હિંમતનગર ખાતે આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે શ્રી કમલમ માટેની ખાતમુરત વિધિ કરાઈ હતી જેમાં શ્રી કમલમની ખાતમુરત વિધિમાં ભાગીદાર બન્યા બાદ તેમને જાહેર સભા સંબોધી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે હાલમાં પણ સાબરકાંઠા જિલ્લામાં 400 થી વધારે બુથોમાં સંપૂર્ણ સરસાઈ મેળવી શક્યું નથી જે આગામી સમયમાં સરસાઈ મેળવવાની સાથોસાથ લોકસભાની તમામ 26 લોકસભાની બેઠકોમાં જ્વલંત વિજય મેળવવા આજથી જ કામે લાગી જવાનો આહવાન કર્યું હતું જોકે ગુજરાતમાં ભાજપે મેળવેલી પ્રચંડ જીતને તેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી સહિત કાર્યકર્તાઓની જીત ગણાવી હતી તેમજ આગામી સમયમાં ફરી એકવાર દેશ કક્ષાએ ગુજરાતની સ્થિતિ મજબૂત કરવા આજથી જ કટિબદ્ધ થવાની વાત કરી હતી જોકે આજે શ્રી કમલમ નું ખાતમુરત પ્રસંગે જણાવ્યું હતું કે કાર્યકર્તા અને કાર્યાલય બંનેનું અનેરૂ મહત્વ છે અને એના થકી જ છેવાડાના વ્યક્તિ સુધી સહયોગી બની શકાય છે સાથોસાથ આજના પ્રસંગે સી આર પાટીલે જણાવ્યું હતું કે છેવાડાના વ્યક્તિને સતત સંપર્કમાં રહી આગામી સમયમાં પ્રચંડ જીત અપાવવા હાકલ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!