30 C
Ahmedabad
Tuesday, April 23, 2024

અરવલ્લી : મોડાસાની પુરષોત્તમ નગર સોસાયટીમાં, સમાજે એક પરિવારે રહેવા પ્લોટ આપ્યો અને પરિવારે કોમન પ્લોટની જમીન પર કબ્જો જમાવ્યો 


 

Advertisement

મોડાસા શહેરની મેઘરજ રોડ પર આવેલી પુરષોત્તમ નગર સોસાયટીમાં વાલ્મિકી સમાજના લોકો રહે છે સમાજનો એક પરિવાર સૂકા બજારમાં રહેતો હોવાથી સમાજથી વિખૂટો ન પડે તે માટે સમાજના વડીલોએ એક પ્લોટ રહેવા આપ્યો હતો ત્યારે આ પરિવારે પ્લોટ સહીત આજુબાજુની જમીન પચાવી પાડતા સમગ્ર મામલો કોર્ટમાં પહોંચતા કબ્જો કરનાર પરિવારને જમીન ખાલી કરવા હુકમ કરવા છતાં પરિવારનો કબ્જો યથાવત રહેતા અન્ય લોકોએ તંત્ર દ્વારા જમીન ખાલી કરાવવામાં આવેની માંગ કરી છે

Advertisement

મોડાસા શહેરમાં વર્ષો અગાઉ વાલ્મિકી સમાજના લોકો સુકાબજારમાં લઘુમતી વિસ્તારમાં રહેઠાણ ધરાવતા હતા જો કે તેમને મેઘરજ રોડ પર દાનમાં જમીન મળતા તમામ પરિવારો મેઘરજ રોડ પર પુરષોત્તમ નગરમાં વસવાટ કરી રહ્યા છે એક પરિવાર ત્યાંજ રહેતો હતો વર્ષો અગાઉ કોમી રમખાણના પગલે વાલ્મીકિ સમાજના લોકોએ સૂકા બજાર વિસ્તારમાં રહેતા પરિવારને એક ઝૂંપડું બનાવવા જગ્યા આપી હતી ત્યાર બાદ આ પરિવારના સદસ્યોએ આજુબાજુની કોમન પ્લોટ સહીત જગ્યા પર હક્ક જમાવી દઈ દાદાગીરી કરવાની સાથે ખોટા પોલીસ કેસ કરવાની ધમકી આપવામાં આવતા કેટલાક જાગૃત નાગરિકોએ કોર્ટમાં અને જીલ્લા રજિસ્ટ્રારમાં ધા નાખતા કોર્ટે અને જીલ્લા રજિસ્ટ્રારએ જમીન પર કરેલ દબાણ અને કબ્જો હટાવવા આદેશ કર્યો હોવા છતાં પરિવાર કોઈ ને ગાંઠતો ન હોવાથી લોકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે

Advertisement

પુરષોત્તમ નગરમાં રહેતા મહેશભાઈ રાઠોડના જણાવ્યા અનુસાર કોમન પ્લોટ પર અને આજુબાજુ પરિવારે કબ્જો જમાવી દેતા સોસાયટીમાં 108 એમ્બ્યુલન્સ પણ પહોંચતી નથી અને કબ્જો જમાવનાર પરિવાર ગંદકી કરવાની સાથે ખોટા કેસમાં ભરાઈ દેવાની ધમકી આપી રહ્યો છે કબ્જો જમાવનાર પરિવારને સોસાયટીમાં દબાણ કરનાર અન્ય લોકો તેમના દબાણ ન તૂટે તે માટે છાવરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!