32.3 C
Gujarat
Friday, September 11, 2026
Home HeadLines અરવલ્લીના બાયડમાં પોલિસની કડક કાર્યવાહી, આડેધડ પાર્ક કરતા 7 વાહન ડિટેઈન

અરવલ્લીના બાયડમાં પોલિસની કડક કાર્યવાહી, આડેધડ પાર્ક કરતા 7 વાહન ડિટેઈન

0

અરવલ્લી જિલ્લામાં હાલ અકસ્માતની ઘટનાઓ ઘટી રહી છે, આ વચ્ચે બે દિવસ પહેલા બાયડ ના ગાબટ રોડ પર ઘમખ્વાર અકસ્માત માં એક જ પરિવારના 4 લોકોના મોત નિપજ્યા હતા. અકસ્માતની ઘટના બાદ પોલિસ તંત્ર દ્વારા હવે આડેધડ રસ્તા વચ્ચે પાર્ક કરતા વાહનો પર તવાઈ બોલાવી છે. બાયડના અલગ અલગ વિસ્તારોમાં આવા 7 વાહન પોલિસે ડિટેઈન કર્યા છે.

બાયડ નગર ના મોડાસા – કપડવંજ રોડ પર ભારે ટ્રાફિક થતો હોય છે, અહીંથી ભારે વાહનો પસાર થતાં હોય છે ત્યારે ટ્રાફિકની સમસ્યા એ માથાના દુખાવા સમાન છે. આ વચ્ચે હવે પોલિસે રસ્તા વચ્ચે આડેધડ પાર્ક કરીને જતાં રહેતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરીને આવા વાહનોને ડિટેઈને કરવાની તજવીત હાથ ધરી છે. બાયડ પીઆઈ સંજય દેસાઈ તેમજ તેમની ટીમ દ્વારા નગરના અલગ – અલગ વિસ્તારોમાં 7 વાહન ડિટેઈન કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે. પોલિસ દ્વારા આ કામગીરી હવે અવિરત ચાલુ રહે તો તેની લાંબા સમયે અસર જોવા મળી શકે એમ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!