38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ વલસાડમાં દારૂ ઠાલવતા અરવલ્લીના બુટલેગરને LCBએ ટીંટોઈ પાસથી દબોચી લીધો : શાંતિપુરાનો...

વલસાડમાં દારૂ ઠાલવતા અરવલ્લીના બુટલેગરને LCBએ ટીંટોઈ પાસથી દબોચી લીધો : શાંતિપુરાનો અજય ડોડીયાર ચાર વર્ષથી ફરાર હતો

0
206

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાત જીલ્લામાં અસામાજીક પ્રવૃતિઓ સાથે સંકળાયેલા અને નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા શખ્ત કાર્યવાહીના આદેશ આપતા પોલીસતંત્ર દોડાદોડી કરી રહ્યું છે અરવલ્લી લોકલ ક્રાઈમ બ્રાન્ચે વલસાડના પારડી તાલુકામાં દારૂ ઠાલવનાર બુટલેગર અજય ડોડીયારને ટીંટોઈ નજીકથી દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

અરવલ્લી એલસીબી પીઆઈ કે.ડી.ગોહિલ અને તેમની ટીમને વલસાડ જીલ્લાના પારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનના ગુન્હાનો આરોપી અજય કાળીદાસ ઉર્ફે કાળા ડોડીયાર (રહે,શાંતિપુરા, મોડાસા) છેલ્લા 4 વર્ષથી પારડી પોલીસને થાપ આપી રહ્યો હોવાનો અને ટીંટોઈ બસ સ્ટેન્ડ નજીક આવવાનો બાતમી મળતા એલસીબી પોલીસે ટીંટોઈ બસ સ્ટેન્ડ નજીક વોચ ગોઠવી બુટલેગર અજય ડોડીયાર આવતા કોર્ડન કરી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!