29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines EXCLUSIVE: 4 વર્ષના પુત્રની હત્યા કેસમાં પિતાનો નિર્દોષ છુટકારો, મેઘરજના અંતોલી ગામમાં...

EXCLUSIVE: 4 વર્ષના પુત્રની હત્યા કેસમાં પિતાનો નિર્દોષ છુટકારો, મેઘરજના અંતોલી ગામમાં ચકચારી પુત્રની ગળેટુંપો દઈ હત્યા થઇ હતી

0
152

સમગ્ર ઘટનાક્રમ જાણો શું હતો હત્યાનો કેસ અને ક્યારે થઇ હતી 4 વર્ષીય બાળકની હત્યા

અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના અંતોલી ગામમાં અઢી વર્ષ અગાઉ નૈનેષ નરસિંહ નિનામા નામના યુવકે તેના 4 વર્ષના પુત્રને કાળા દોરાથી ગળે ટૂંપો આપી ગળું દબાવી દેતા બેભાન હાલતમાં તેના જ ખેતરમાં કુવા નજીક નાખી ફરાર થઇ જતા બેભાન હાલતમાં તેના દાદા અને દાદીને મળી આવતા સારવાર અર્થે દવાખાને ખસેડાયો હતો જોકે 4 વર્ષીય બાળકનું સારવાર દરમિયાન મોત નિપજતા નૈનેષ નિનામા સામે તેના પિતાએ પૌત્રની હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ભારે જહેમત પછી દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો જે અંગેનો કેસ સેશન કોર્ટમાં ચાલી જતા સાક્ષીઓ ફરી જતા કોર્ટે નૈનેષ નિનામાને નીર્દોષ છોડી દીધો હતો અને મોબાઇલ ફોન કરવાનો આદેશ કર્યો હતો

અંતોલી ગામે પુત્રની હત્યા કેસમાં સાક્ષી તરીકે પીએમ કરનાર તબીબ અને પોલીસ પોતાની જુબાની પર અડગ રહ્યા હતા ફરિયાદી પક્ષના સાહેદ કોર્ટમાં ફરી ગયા હતા જેના કારણે કેસ નબળો પડી ગયો હતો પરંતુ હત્યાને નજરે જોનાર કોઈ સાક્ષી ન હોવાથી સરકારી વકીલે તબીબી અને વૈજ્ઞાનિક પુરાવાના આધારે અને પોલીસ તપાસમાં પણ પુરાવાના આધારે આરોપીને સજા કરવામાં આવેની માંગ કરી હતી ત્યારે આરોપી પક્ષે કોઈ પણ સાહેદ ફરિયાદી કેસની હકીકતને સમર્થન આપતા ન હોવાની સાથે અને નજરે જોનાર પુરાવા પણ ન હોવાથી નૈનેષ નિનામાને નિર્દોષ છોડી મુકવામાં આવેની રજુઆત કરતા સેશન કોર્ટના સત્ર ન્યાયાધીશ હર્ષિત.સી.વ્હોરાએ નૈનેષ નિનામાને નિર્દોષ છોડી મુકવામાં આવેનો આદેશ કરતા ફરિયાદી પક્ષ અને કોર્ટમાં સન્નાટો છવાયો હતો

સમગ્ર કેસ વિષે વિસ્તૃત વાંચો
મેઘરજ તાલુકાના અંતોલી ગામનો નૈનેશ નરસિહ નિનામા છેલ્લા સાત વર્ષથી અમદાવાદ બાજુ છુટક મજુરી કામકરતો હતો તેણે પ્રથમ નારણપુર ગામે એક મહીલા સાથે પ્રેમલગ્ન કર્યાહતા તેઓનુ લગ્ન જીવન એકાદ વર્ષસુધી સારૂરહ્યુહતુ ત્યારબાદ નૈનેશ અને તેની પત્ની વચ્ચે મનમેળ ન રહેતાં નૈનૈશની પત્ની તેના પિયરમાં જતીરહીહતી ત્યારબાદ નૈનેશ દાવલી ગામે એક મહીલા સાથે બીજા પ્રેમલગ્ન કર્યાહતા જેમાં નૈનેશે આ મહીલા સાથે ત્રણ વર્ષ સુધી ઘર સંસાર ચલાવ્યોહતો તે દરમ્યાન તેને સંતાનમાં એક દીકરો ધ્રુવ હતો ધ્રુવનો જન્મ થયાપછી આ બન્નેને મનમેળ ન રહેતાં નૈનેશ ની બીજી વારની પત્ની તેના છોકરા ધ્રુવને નૈનેશના ઘરે મુકી તેના પિયર જતી રહેલી ત્યારથી ધ્રુવ ને તેના પિતાના પરીવારે પાસે રાખી તેઓએ તેનુ પાલન પોષણ કરી મોટો કર્યોહતો ત્યારબાદ નૈનેશ દાહોદ જીલ્લાના ઘરબાડા તાલુકાના કોઇ ગામની છોકરી સાથે પ્રેમલગ્ન કરી તેના ઘરે અંતોલી ગામે છ માસ અગાઉ લાવેલો ત્યારબાદ નૈનેશની ત્રીજી પત્ની અંતોલી ગામે ચાર માસ જેટલો સમય રહેલી અને દાહોદ થી તેના પિતા અંતોલી ગામે આવતાં નૈનેશ ની ત્રીજી પત્ની પણ તેના પિયર જતીરહીહતી ત્યારબાદ નૈનેશ અમદાવાદ ખાતે મજુરી કામેજતો રહેલો અને તા.૨૫/૮/૨૦૨૦ નારોજ અમદાવાદ થી નૈનેશ પાછો તેના ઘરે અંતોલી આવ્યોહતો અને તેના પિતા સાથે રહેતો હતો.

તા.૨૮/૮/૨૦૨૦ ના રોજ સવારે નૈનેશ તેના દીકરા ધ્રુવ ને લઇને રેલ્લાવાડા ગામે બાલકપાવવા ચાલતો નીકળ્યોહતો ત્યારબાદ અડધા કલ્લાકમાં નૈનેશ એકલો ઘરે આવી અને તેના કપડા થેલીમાં ભરી નીકળતોહતો તેવામાં નૈનેશના પિતા નરસિહભાઇ એ નૈનેશ ને પુછ્યુહતુ કે ધ્રુવ ક્યાંછે નૈનેશે નરસિહભાઇને જણાવ્યુ હતુ કે ધ્રુવને મારી માસી ના ઘરે મુકીને આવ્યોછુ તેમ જણાવી નૈનેશ કપડાંનો થેલો લઇને જતોરહ્યોહતો જેથી નરસિહભાઇ એ નૈનેશની માસીને ફોન કરીને પુછ્યુહતુ કે ધ્રુવ તમારી પાસેછે તેમણે કહ્યુ કે ધ્રુવ અહીયા આવ્યોનથી ત્યારબાદ નૈનેશના પિતા અને માતા એ આજુ બાજુ ધ્રુવની શોધ ખોળ આદરીહતી તેવામાં તેમના ઘર નજીક આવેલ કુવાપાસે મકાઇ ના ખેતરમાં થી મળ્યોહતો ધ્રુવ ના ગળામાં કાળો દોરો ફીટ બાંધી ગાંઠ મારી દીધેલહતી અને ધ્રુવ બેભાન હાલતમાં પડેલહતો જેથી નરસિહભાઇએ ઘ્રુવને ઉચકી ઘરેલાવી તેના ઘળામાંથી દોરો કાપી અને ધ્રુવને મોટરસાયકલ ઉપર ઇસરી સરકારી દવાખાને લાવવામાં આવ્યોહતો દવાખાનાના હાજર તબીબે તપાસ કરી વધુ સારવાર માટે મોડાસા સાર્વજનીક હોસ્પીટલ ખાતે રીફર કર્યોહતો પરંતુ ધ્રુવની નાજુક હાલત ને લઇ વધુસારવાર માટે ધ્રુવને અન્ય હોસ્પીટલ માં ખસેડાયોહતો પરંતુ ત્યાંપણ હોસ્પીટલ ના તબીબે ના પાડતાં મોડાસા ની એક પ્રાઇવેટ હોસ્પીટલમાં ધ્રુવને એડમીટ કરાયોહતો જ્યાં ધ્રુવને બે દીવસ વેન્ટીલેટર ઉપર રખાયોહતો પરીવાર પાસે પૈસા નહોવાથી ધ્રુવને પ્રાઇવેટ હોસ્પીટલમાંથી રજા લઇ ૩૦ ઓગષ્ટે હીંમતનગર ની સિવીલ હોસ્પીટલમાં ખસેડાયોહતો જ્યાં ધ્રુવ વેન્ટીલેટર ઉપરહતો ૩૧ ઓગષ્ટે સવારે ધ્રુવનુ સારવાર દરમ્યાન કરૂણ મોત નીપજ્યુહતુ જે ઘટના બાબતે આરોપી નૈનેશ ના પિતા નરસિહ દેવા નિનામા રહે. અંતોલી તા.મેઘરજ એ ઇસરી પોલીમાં પોતાના દીકરા નૈનેશ સામે ખુનનો ગુનો નોધાવ્યોહતો ઇસરી પોલીસે ફરાર આરોપી ને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યાછે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!