37 C
Ahmedabad
Monday, April 29, 2024

પંચમહાલ: ગ્રામીણ વિસ્તારોમાં કમાઉ દિકરા ગણાતા મહુડાના વૃક્ષના ફુલ બન્યા ધરતીપુત્રો માટે આર્શિવાદ સમાન


શહેરા

Advertisement

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામાં પાનમ જંગલ વિસ્તાર આવેલો છે.આ વિસ્તારમાં વિવિધ પ્રકારની વન્યપેદાશો આપતા વૃક્ષો આવેલા છે. આ વૃક્ષોમાં ખાસ કરીને મહુડાના વૃક્ષને સારી એવી રોજી આપતુ વૃક્ષ ગણવામા આવે છે. હાલમાં મહુડાના વૃક્ષ પર ફુલ પડવાની સીઝન શરૂ થઈ ગઈ છે.ત્યારે ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો હાલમાં મહુડાના ફુલ વીણવાની કામગીરી કરી રહ્યા છે. સવારના સમયમા મહુડાના ફુલો પડવાના શરૂ થાય છે અને વીણીને ટોપલીમાં એકત્ર કરવામા આવે છે. ત્યારબાદ સુકવીને વેચી દેવામા આવે છે.ત્યારબાદ વેચીને સારી એવી આવક મેળવામા આવે છે.

Advertisement

Advertisement

પંચમહાલ જીલ્લાનો ગ્રામીણવર્ગ ખેતી પશુપાલન પર આધાર રાખીને જીવનનિર્વાહ ચલાવતો હોય છે.હાલમાં મહુડાના વૃક્ષો પર ફુલો આવવાની શરૂઆત થઈ છે.જેને લઈને હાલમાં ગ્રામીણ પરિવારો પોતાના કુટુંબ સાથે મહુડાના ફુલો એકત્ર કરી રહ્યા છે. મહુડાનુ વૃક્ષ ગ્રામીણ વિસ્તારના લોકો માટે કમાઉ દિકરાની ગરજ સારે છે.હાલમાં વહેલી સવારમાં મહુડાના ફુલો આપમેળે ખરતા હોય છે.મહુડાનુ વૈજ્ઞાનિકનામ મધુકા લોજીફોલીયાછે.૨૫૦ મીટર જેટલી ઉંચાઈ ધરાવતા આ મહુડાના વૃક્ષના અસંખ્ય શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તાર તેમજ પાનમના જંગલ વિસ્તારમા આવેલા છે.મહુડાના વૃક્ષની ખાસ વિશેષતા એ છે તેના ફળ અને ફુલ બંને ઉપયોગમાં આવે છે.અને વેચીને આવક રળી શકાય છે. ગ્રામીણ વિસ્તારમાં હાલમાં ગ્રામીણ પરિવારો મહુડાના ફુલવીણીને સુકવામા આવી રહ્યા છે. ત્યારબાદ તેને વેચી દઈને સારી એવી આવક મેળવતા હોય છે.મહુડાના ફુલની સાથે સાથે તેના બીજ ડોળીનેપણ એકત્ર કરીને વેચવામા આવે છે.તેનાથી પણ આવક મળતી હોય છે.મહુડાના ફુલમાંથી દેશીદારુ પણ બનતો હોય છે.મહુડાનુ વૃક્ષ કલ્પવૃક્ષ સમાન માનવામા આવે છે.તેમાથી આર્યુવેદિક દવાઓ તેમજ સાબુ,શેમ્પુ સહિતની બનાવટો બનતી હોય છે.મહુડાના ફુલ બજારમા વેચી દેતા સારો એવો ભાવ પણ મળે છે.સાથે સાથે ગ્રામીણલોકોને આ મળતી આવકથી ચોમાસામાં જે બિયારણ તેમજ ખેતીને લગતી જે પણ સાધનસામગ્રી લાવવાની હોય છે તેનો ખર્ચ પણ નીકળી જાય છે.આમ મહુડાનુ વૃક્ષ પણ ખરા અર્થમાં કમાઉ દીકરાની ગરજ સારે છે.ખેડુતો પોતાના ખેતરમાં પણ મહુડાના વૃક્ષને ક્યારેય કાપતો નથી તે સારી રીતે તેની માવજત કરતો હોય છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!