39 C
Ahmedabad
Saturday, May 4, 2024

સાબરકાંઠા: વિજયનગરના વજેપુરમાં લાખોના ખર્ચે ઉભું કરાયેલ વેધર સ્ટેશન બન્યું શોભાના ગાંઠિયા સમાન


જાળવણીના અભાવે લાખોની મશીનરી ઉપર કાંટા, વેલા અને ઝાડી-ઝાંખરાનું સામ્રાજ્ય

Advertisement

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં વજેપુર ગામે સમગ્ર પ્રદેશની ઓટોમેટિક સિસ્ટમથી વરસાદ,ઠંડી અને ગરમી માપવાનું વેધર સ્ટેશનહાલ શોભના ગાંઠિયા સમાન બન્યું છે.અહીં આ લાખોની મશીનરી ઉપર કાંટા, વેલા અને ઝાડી-ઝાંખરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.એક વર્ષથી અહીં કામ કરતો કર્મચારી નિવૃત્ત થતા આ મશીનરી હાલ ધૂળ ખાઇ રહી ,કોઈ એનુ રાણીધણી જ ન હોય એવો ઘાટ સર્જાયો છે. વિજયનગરના વજેપુર ખાતે ઓટોમેટિક સિસ્ટમથી વરસાદ,ઠંડી અને ગરમીની વધઘટની નોંધ રાખવાના ઉદ્દેશ્ય સાથે લાખોના ખર્ચે વેધર સ્ટેશન ઉભુ કરાયું હતું. જ્યાં નિયમિત આ ઓટોમેટિક સિસ્ટમ થી વરસાદ,ઠંડી અને ગરમીના આંકડા એકત્ર કરાતા હતા. આ વેધર સ્ટેશન જાળવણીના અભાવે ધૂળ ખાય છે.અહીં કર્મચારી ની નિમણૂંક જ ન કરાઈ હોવાના કારણે અને જાળવણીના અભાવે લાખોની મશીનરી નિરર્થક પડી છે.

Advertisement

એકાદ વર્ષથી અહીં ફરજ બજાવતા કર્મચારી વય નિવૃત્ત થતાં વેધર સ્ટેશન હાલ ધૂળ ખાય છે. વજેપુરના સ્થાનિકોના જણાવ્યા મુજબ કર્મચારીના અભાવે એની જાળવણી નહિ થતા લાખોની મશીનરી શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે. જેથી સબંધિત વિભાગ દ્વારા વેધર સ્ટેશન આબોહવા,વરસાદ,ઠંડી અને ગરમી ની જાળવણી કરવા આ વેધર સ્ટેશન કાર્યરત કરવા માંગ ઉઠાવી છે. સત્વરે આ વેધર સ્ટેશન કાર્યરત કરવા જરૂરી કર્મચારી નિમાય અને વિસ્તારને આ ધૂળ ખાતા અને લાખોના ખર્ચે જે હેતુ માટે એ ઉભું કરાયું છે એ વેધર સ્ટેશનનો લાભ મળે એ પંથકની જનતા ઈચ્છી રહી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!