38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત બારેશી પરગણા રોહિત સમાજ યુવા સંગઠન ધ્વારા તૃતીય સમૂહ લગ્નોત્સવ માં ૧૭...

બારેશી પરગણા રોહિત સમાજ યુવા સંગઠન ધ્વારા તૃતીય સમૂહ લગ્નોત્સવ માં ૧૭ નવદંપતીઓએ પ્રભુતામાં કુમકુમ પગલા પાડયા

0
238

 

ભિલોડા તાલુકાના ધોલવાણી ગામમાં અર્બુદા સમાજવાડીમાં બારેશી પરગણા રોહિત સમાજ યુવા સંગઠન ધ્વારા આયોજીત રોહિત સમાજનો તૃતીય સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો.

બારેશી યુવા સંગઠન દ્રારા તૃતીય સમુહ લગ્નોત્સવ દરમિયાન ૧૭ નંવદંપતીઓએ શુભ મુહૂર્તમાં પ્રભુતામાં કુમકુમ પગલાં માંડ્યા હતા. સમારંભ અધ્યક્ષ રાજેન્દ્રભાઈ વી.અસારી (D.I.G.P. ગુજરાત રાજ્ય,ગાંધીનગર), સમારંભ ઉદ્ઘાટક ભિલોડા-મેઘરજ ધારાસભ્ય પી.સી.બરંડા,મુખ્ય મેહમાન વિશાલ આર.સક્સેના (અધિક કલેક્ટર અને અધિક નિયામક રોજગાર અને તાલીમ,ગાંધીનગર) આશીવર્ચન પ. પૂ. સંત શિરોમણી જામનાથ બાપુ (સંત રોહિદાસ માનવ કલ્યાણ આશ્રમ,થરાદ,જી.બનાસકાંઠા ) તેમજ અરવલ્લી – સાબરકાંઠા જીલ્લા,ભિલોડા તાલુકાના સામાજીક,રાજકીય,આગેવાનો,દાતાઓએ નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા.દાનવીર દાતાઓનું વિશેષ સન્માન કર્યું હતું.

સમૂહ લગ્નોત્સવ ને સફળ બનાવવા બારેશી પરગણા રોહિત સમાજ યુવા સંગઠન,બારેશી રોહિત સમાજના સર્વે હોદ્દેદારો,પ્રભુતામાં પગલાં પાડનાર નવદંપતીઓના માતા-પિતાએ જહેમત ઉઠાવી હતી. સમાજની એકતા,અખંડિતતા, સમાનતા,ભાઈ-ચારા,ઉંચ-નીંચના ભેદભાવ મુક્ત અને સમયને સામુહિક રીતે સન્માન આપી એક જ માંડવે નવદંપતીઓને શુભ આશિષ અર્પણ કરવાનો સોનેરી અવસર એટલે સમુહ લગ્નોત્સવ કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!