32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines સાબરકાંઠા: વિજયનગરમાં પોળોમાં ફરવા આવેલા યુવકનું ડૂબી જવાથી મોત

સાબરકાંઠા: વિજયનગરમાં પોળોમાં ફરવા આવેલા યુવકનું ડૂબી જવાથી મોત

0
170

વિજયનગરની પોળોમાં ૯ મિત્રો ફરવા આવ્યા હતા
ઈડરથી ફાયરબ્રિગેડ અને સ્થાનિક તરવૈયાની બે કલાકની જહેમત બાદ રેસ્ક્યુ કરી લાશ કઢાઈ

વિજયનગર,
વિજયનગરની પોળો ફોરેસ્ટમાં આજકાલ પર્યટકો મોટી સંખ્યામાં ફરવા આવી રહ્યા છે ત્યારે આજે આણંદથી ૯ મિત્રો સાથે આ પોળોમાં ફરવા આવેલા એક યુવકનું નદીમાં ન્હાવા પડતાં ડૂબી જવાથી મોત થયું હતું. ઈડરથી ફાયરબ્રિગેડ અને સ્થાનિક તરવૈયાની બે કલાકની જહેમત બાદ રેસ્ક્યુ કરી લાશ કઢાઈ હતી. આણંદથી આ પોળોમાં ફરવા આવેલા ૯ મિત્રો ભારે ગરમીને કારણે પોળોમાં સૈન્દર્ય વચ્ચે આવેલી નદીના ઊંડા. ઝરણામાં ન્હાવા પડ્યા હતા જેમાં કમનસીબે ૯ માંથી એક યુવાન પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને ઘણા સમય બાદ પણ એ નહિ દેખાતાં અંતે ઈડરથી ફાયરબ્રિગેડ બોલાવી હતી અને સાથે સાથે સ્થાનિક તરવૈયાની બે કલાકની જહેમત બાદ રેસ્ક્યુ કરી લાશ કઢાઈ હતી.

પોલીસના જણાવ્યા મુજબ મૃતક યુવાનનું નામ અરસીલ સલીમભાઈ વોરા (ઉ.વ.૨૧, મીના સોસાયટી, જકાત નાકા આગળ, આણંદ દરગાહ જોડે.) ખુલ્યું હતું.બનાવના પગલે વિજયનગર પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સમગ્ર રેસ્ક્યુ કાર્યવાહી બાદ લાશ બહાર કાઢી એનું પોસ્ટમોર્ટમ કરાવવા મોકલી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!