37.9 C
Gujarat
Monday, July 13, 2026
Home ક્રાઇમ અરવલ્લી : પેરોલ ફર્લો ટીમે રાયોટીંગ અને પોલીસ પર હુમલો કરનાર બે...

અરવલ્લી : પેરોલ ફર્લો ટીમે રાયોટીંગ અને પોલીસ પર હુમલો કરનાર બે આરોપીઓને દબોચી લીધા, કોણ છે બંને હુમલાખોર આરોપી વાંચો

0
124

અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર અને પેરોલ ફર્લો ટીમ ગુન્હા આચરી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી રહી છે જીલ્લા પેરોલ ફર્લો ટીમે ઇસરી પોલીસ સ્ટેશનના રાયોટીંગ અને પોલીસ પર હુમલો કરનાર વોન્ટેડ ઓઢાના બે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

અરવલ્લી જીલ્લા પેરોલ ફર્લો ટીમના પીએસઆઈ વિકાસ દેસાઈ અને તેમની ટીમે ઇસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કરતા ઈસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાયોટીંગ અને પોલીસ પર હુમલો કરવામાં સંડોવાયેલ છેલ્લા દોઢ વર્ષથી ફરાર આરોપી ઈશ્વર વાલા તરાળ (રહે,ઓઢા-મેઘરજ) ગામ નજીક ઉભો હોવાની બાતમી મળતા તાબડતોડ ત્રાટકી આરોપીને કોર્ડન કરી ઝડપી લીધો હતો અન્ય એક આરોપી દિનેશ સુરજી નિનામા (રહે,ઓઢા-મેઘરજ)ને મોડાસા વિનાયક સોસાયટી નજીક રોડ પરથી દબોચી લીધો હતો બંને આરોપીની અટકાયત કરી ઇસરી પોલીસને સુપ્રત કરવા તજવીજ હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!