શહેરા
શ્રાવણ મહિનામાં શિવની ભક્તિ અને શક્તિનો અપાર મહિમા છે. શ્રાવણ માસમા શિવભક્તો ભોળાનાથને રિઝવવા શિવલિંગ પર દૂધ, જળ, સહિત સુગંધિત વસ્તુઓનો અભિષેક કરી ધન્યતા અનુભવે છે, પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના કોઠા ગામની નજીક પાનમ નદીના કિનારે લીલીછમ વનરાજ વચ્ચે ડેઝરનાથ મહાદેવ બિરાજે છે અને આ મહાદેવનું મંદિર શિવભક્તો માટે આસ્થાનુ કેન્દ્ર બન્યુ છે.શ્રાવણ મહિનામા અહી ભાવિકો દર્શન કરીને ધન્યતા અનુભવે છે.
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામા વિવિધ જગ્યાએ શિવાલય આવેલા છે. કોઠા ગામની નજીક ડેઝરનાથ મહાદેવનું મંદિર આવેલું છે. પંચમહાલ જિલ્લાના શહેરા તેમજ મહીસાગર જિલ્લાના સંતરામપુર અને લુણાવાડા તાલુકાની ત્રિભટ સરહદે પાનમ જંગલોની વચ્ચે આ શિવાલય આવેલું છે. મૂળ આ ડેઝર નાથ મહાદેવનું મંદિર પહેલા પાનમ નદીના કિનારે ડેઝર ગામ પાસે હતું. પાનમ ડેમ બનવાને કારણે તે ડુબમા ગયુ હતુ. કોઠા ગામ પાસે નવું મંદિર બનાવવામાં આવ્યું હતું. જે જૂનું મંદિર હતું એ 500 વર્ષ પુરાણું હતુ રાજ્ય સરકારના પુનઃ વસવાટ યોજના હેઠળ નવા સેવાલય નું નિર્માણ હાથ ધરવામાં આવ્યું હતું તેના બાંધકામ ની શરૂઆત જૂન 1978 માં શરૂ કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યના પંચાયત મંત્રી માણેક લાલ મગનલાલ ગાંધી ના હસ્તે શિલારોપણ વિધિ કરવામાં આવી હતી.અને 1980મા આ મુર્તિ પ્રતિષ્ઠાવીધી કરવામા આવી હતી. શ્રાવણ મહિનામા અહી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટે છે. પંચમહાલ.મહિસાગર,દાહોદ સહિતના અન્ય જીલ્લાઓમાં ભાવિકો દર્શનાથે આવે છે. ડેઝરનાથ મહાદેવ દરેક ભાવિક ભક્તોની ઈચ્છા પૂરી કરે છે