અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર અને પેરોલ ફર્લો ટીમ ગુન્હા આચરી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી રહી છે જીલ્લા પેરોલ ફર્લો ટીમે ઇસરી પોલીસ સ્ટેશનના રાયોટીંગ અને પોલીસ પર હુમલો કરનાર વોન્ટેડ ઓઢાના બે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
અરવલ્લી જીલ્લા પેરોલ ફર્લો ટીમના પીએસઆઈ વિકાસ દેસાઈ અને તેમની ટીમે ઇસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કરતા ઈસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાયોટીંગ અને પોલીસ પર હુમલો કરવામાં સંડોવાયેલ છેલ્લા દોઢ વર્ષથી ફરાર આરોપી ઈશ્વર વાલા તરાળ (રહે,ઓઢા-મેઘરજ) ગામ નજીક ઉભો હોવાની બાતમી મળતા તાબડતોડ ત્રાટકી આરોપીને કોર્ડન કરી ઝડપી લીધો હતો અન્ય એક આરોપી દિનેશ સુરજી નિનામા (રહે,ઓઢા-મેઘરજ)ને મોડાસા વિનાયક સોસાયટી નજીક રોડ પરથી દબોચી લીધો હતો બંને આરોપીની અટકાયત કરી ઇસરી પોલીસને સુપ્રત કરવા તજવીજ હાથધરી હતી