અરવલ્લી જીલ્લા કાનુની સેવા સત્તામંડળ દ્વારા 9 સપ્ટેમ્બરે રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જીલ્લા અને તાલુકા મથકોએ યોજાયેલ લોક અદાલતમાં વિવિધ પ્રકારના કેસ નિકાલ કરવામાં આવ્યા હતા ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ અમદાવાદના ઉપક્રમે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અરવલ્લી દ્વારા જીલ્લાની અદાલતોમાં દાખલ થયેલ કેસોનું ભારણ ઘટે તથા નાગરિકોને સમયસર ન્યાય મળી રહે, તે હેતુસર અલગ-અલગ વિષયો પરની નેશનલ લોક અદાલતોનું આયોજન કરાયું હતું
અરવલ્લી જીલ્લામાં શનિવારે યોજાયેલ લોક અદાલત અંગે આસિસ્ટન્ટ લીગલ એડ ડિફેન્સ કાઉન્સિલ જી.એમ .પટેલે જણાવ્યું હતું કે જીલ્લાની તમામ કોર્ટોમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાયેલ જેમાં અરવલ્લી જિલ્લાનું અત્યાર સુધીનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સૌથી વધુ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો જેમાં પ્રી-લિટીગેશનના ૨૧૩૭૧ કેસો મુકેલ હતા અને તેમાંથી ૨૨૬૫ કેસો ૧,૧૩,૨૪,૦૩૨ રૂપિયા થી સેટલ થયા હતા.લોક અદાલત માં ૧૭૪૩ કેસો મુકેલ હતા તેમાંથી ૮૫૦ કેસો ૭,૦૧,૩૫,૭૨૨ રૂપિયા થી સેટલ થયા હતા તેમજ સ્પેશિઅલ સિટિંગ ના કુલ ૨૨૯૨ કેસો મુકેલ જેમાંથી ૧૯૪૬ કેસો સેટલ થયા હતા લોક અદાલતમાં કુલ ૫૦૬૧ કેસોનો સુખદ નિકાલ થયો હોવાનું જણાવ્યું હતું