37 C
Gujarat
Tuesday, July 14, 2026
Home ક્રાઇમ અરવલ્લી : પેરોલ ફર્લો ટીમે ભિલોડા પંથકમાંથી સગીરાનું અપહરણ કરનાર લંપટ યુવકને...

અરવલ્લી : પેરોલ ફર્લો ટીમે ભિલોડા પંથકમાંથી સગીરાનું અપહરણ કરનાર લંપટ યુવકને ઇડર બસ સ્ટેન્ડ નજીકથી દબોચી લીધો

0
177

ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ અને અરવલ્લી એસપી શૈફાલી બારવાલના આગમન પછી જીલ્લામાં પ્રોહિબિશનની શખ્ત કાર્યવાહી,ચોરી લૂંટના વણઉકેલ્યા ગુન્હાનોનો ઝડપથી ભેદ ઉકેલાઈ રહ્યો છે જીલ્લા પેરોલ ફર્લો ટીમે ભિલોડા પંથકમાં સગીરાનું અપહરણ કરનાર ઇડર તાલુકાના પોશીના (ઘાંટી) ગામના લંપટ યુવકને ઇડર બસ સ્ટેન્ડ નજીકથી કોર્ડન કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

અરવલ્લી જીલ્લા પેરોલ ફર્લો પીએસઆઇ વી.એસ.દેસાઈ અને તેમની ટીમે ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા ભિલોડા પંથકમાંથી સગીરાનું લલચાવી ફોસલાવી અપહરણ કરનાર રવી જગદીશ અસારી (રહે,પોશીના-ઘાંટા,ઇડર, જી-સાબરકાંઠા) નામનો આરોપી ઇડર બજારમાં કામકાજ અર્થે આવ્યો હોવાની બાતમી મળતા પોલીસ તાબડતોડ ઇડર પહોંચી બજાર સહીત બસ સ્ટેન્ડ વિસ્તારમાં તપાસ હાથધરી ઇડર બસ સ્ટેન્ડ આજુબાજુ વિસ્તારમાં વોચ ગોઠવી દઈ આરોપી રવિ અસારી બસ સ્ટેન્ડમાં આવતા કોર્ડન કરી દબોચી લઇ ભિલોડા પોલીસને સુપ્રત કર્યો હતો ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલ ગુન્હાના આરોપીને ઝડપી લેતા ભિલોડા પોલીસે હાશકારો અનુભવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!