જીલ્લામાં કેટલાક હોમિયોપેથિક તબીબો એલોપેથિક સારવાર કરવાની સરકારે આપેલ છૂટછાટનો દુરુપયોગ કરતા હોવાની ચર્ચા
દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં આડેધડ હાયર એન્ટિબાયોટિક્સ અને સ્ટીરોઇડ ઇન્જેક્શનનો સારવારમાં ઉપયોગ
કેટલાક હોમિયોપેથીક તબીબો ગેરકાયદેસર ગર્ભપાતનો ધીકતો ધંધો કરી રહ્યા છે
હાયર એન્ટિબાયોટિક્સના આડેધડ ઉપયોગથી દર્દીઓમાં દવાઓનુ રેઝિસ્ટન્સનું ભારે જોખમ
અરવલ્લી જીલ્લામાં આરોગ્યતંત્રની ઘોર બેદરકારીના પગલે ઉંટવૈદ્ય તબીબોનો રાફડો ફાટી નીકળ્યો છે તદુપરાંત મોડાસા શહેર સહિત અરવલ્લી જીલ્લામાં હોમિયોપેથીકની ડિગ્રી ધરાવતા કેટલાક તબીબો સરકારે આપેલ એલોપેથિક સારવાર માટે આપેલ છૂટછાટનો ગેરફાયદો ઉઠાવી સારવાર અર્થે આવતા દર્દીઓને ઇન્જેક્શન અને ડ્રિપ ચઢાવી બેફામ લૂંટી રહ્યા હોવાની બૂમ ઉઠી છે આરોગ્ય તંત્ર દ્વારા હોમિયોપેથીક તબીબો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી જાગૃત નાગરિકોમાં પ્રબળ માંગ ઉઠી છે થોડા દિવસ અગાઉ સાબરકાંઠા આરોગ્ય વિભાગે એક આયુર્વેદિક તબીબને એલોપેથિક સારવાર કરતો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં કેટલાક હોમિયોપેથીની ડિગ્રી ધરાવતા તબીબો સરકારે એલોપેથિક દવાઓની છૂટછાટનો મહત્તમ ગેરફાયદો ઉઠાવી હાયર એન્ટિબાયોટિક્સ ટેબ્લેટ અને ઇંજેક્શન તેમજ સ્ટીરોઈડ દવાઓનો બેફામ ઉપયોગ સામાન્ય તાવ શરદી ઉધરસ જેવા રોગમાં કરતા તબીબ આલમ માટે ચિંતાનો વિષય બન્યો છે તદઉપરાંત ગેરકાયદેસર રીતે ગર્ભપાતની ગોળીઓનો વેપલો કરવાની સાથે ગર્ભપાત પણ કરી રહ્યા હોવાની બૂમો ઉઠી છે બાયો મેડિકલ વેસ્ટનો નિકાલ મનફાવે તેવી આવાવરૂં જગ્યાએ તેમજ નદી-નાળા અને કોતરોમાં કરી રહ્યા છે જીલ્લામાં અનેક વાર બાયો મેડિકલ વેસ્ટ રસ્તે રઝળતો મળી આવ્યો હોવાની ઘટનાઓ બની છે અરવલ્લી જીલ્લા આરોગ્ય તંત્ર ઉંટવૈદ્ય તબીબો સામે પગલાં ભરવામાં નિષ્ફ્ળ રહ્યું છે ત્યારે હોમિયોપેથીક તબીબો સામે કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું આરોગ્ય તંત્રની ધુતરાષ્ટ્ર નીતિના પગલે જીલ્લાના લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા લોકો ને છૂટોદોર મળી ગયો છે