37.6 C
Gujarat
Tuesday, July 14, 2026
Home HeadLines ભગવાન કે યહાં દેર હૈ અંધેર નહીં : અરવલ્લી પોલીસે ભેમાપુર ગામની...

ભગવાન કે યહાં દેર હૈ અંધેર નહીં : અરવલ્લી પોલીસે ભેમાપુર ગામની ગુમ સગીરાનો 4 વર્ષે હત્યાનો ભેદ ઉકેલી 7 હત્યારાઓને ઝડપી લીધા

0
480

ગુમ સગીરાની હત્યા કરી લાશને કુવા નાખી દીધા બાદ તેમાંથી બહાર કાઢી ટ્રેકટરમાં નાખી મહીસાગર જીલ્લામાંથી પસાર થતી ભાદર નદીના ધરામાં પથ્થર બાંધી ફેંકી દીધી હતી

અરવલ્લી SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ગુમ સગીરા,યુવતીઓ અને મહિલાઓને શોધી કાઢવા કમર કસી છે ચાર વર્ષ અગાઉ મેઘરજ તાલુકાના ભેમાપુર (સાથરીયા) ગામમાં યોજાયેલ સત્સંગમાં ગયેલ સગીરા ગુમ થઇ જતા પરિવારજનોએ એક યુવક સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધાવતા મેઘરજ પોલીસે યુવકના નામજોગ ગુન્હો નોંધી તપાસ હાથધરી હતી જોકે ચાર ચાર વર્ષ સુધી સગીરાનો કોઈ અત્તોપતો હાથ ન લાગતા પરિવારજનો પણ ચિંતિત હતા ત્યારે જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલે ગુમ સગીરા ની તપાસ જીલ્લા એલસીબીને સુપ્રત કરતા ચાર વર્ષ બાદ ગુમ સગીરાના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો સગીરાની હત્યા થઇ હોવાનું બહાર આવ્યું હતું જીલ્લા એલસીબી પોલીસે હત્યા કરનાર અને સગીરાની લાશને સગેવગે કરનાર 7 આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા સમગ્ર કેસમાં જીલ્લા એસઓજી અને મેઘરજ પોલીસે પણ જોતરાઈ હતી

અરવલ્લી એલસીબી પીઆઈ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે ભેમપુરા (સાથરીયા) ગામમાંથી ચાર વર્ષ અગાઉ ગુમ થયેલી સગીરાની હત્યાનો ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો ચાર વર્ષ અગાઉ ભેમપુરા ગામમાં મોહન ગલા કટારાના ઘરે સત્સંગ-ભજનનો કાર્યક્રમ હોવાથી ગામના લોકો આવ્યા હતા ત્યારે ગુમ થનાર સગીરા અને તેની બહેનપણી સાથે મોહન ગલા કટારાની ઘર પાછળ બે યુવકો સાથે ઉભા હતા મોહન ગલા કટારાને અંધારામાં ઉભેલા બે છોકરા છોકરી જોઈ કોણ છે જોવા માટે બેટરી પડતાં ઉભેલા બંને છોકરા-છોકરી ભાગતા મોહન કટારાએ પીછો કરી હાથમાં રહેલી લોંખડની કોદાળી ગુમ થનાર સગીરાને મારતા સ્થળ પર ફસડાઈ પડી હતી સગીરાનું મોત નિપજતા મોહન કટારા ગભરાઈ ગયો હતો અને આ અંગે ભારૂજી ખાત્રાજી પાંડોર,ભરત ધીરા ગલા કટારા,રાકેશ ઉર્ફે લાલો ભારૂજી ઉર્ફે ભરત પાંડોર, રમેશ રાયચંદ કટારા તથા ધીરા ગલા કટારાનાઓએ ભેગા મળી મૃતક સગીરાની લાશને હત્યારાના કુવામાં નાખી દીધી હતી હત્યારાઓએ પકડાઈ જવાનો ડર લાગતા સગીરાની લાશને સગેવગે કરવા મહીસાગર જીલ્લાના છાયામહુડા ગામના અશોક રમણ ડામોરનો સંપર્ક કર્યો હતો

મોહન ગલા કટારા અને લાશ સગેવગે કરનાર આરોપીઓ બે દિવસ પછી સગીરાની લાશને બહાર કાઢી ટ્રેકટરમાં ઘાસચારા વચ્ચે સંતાડી અશોક ડામોરનો સંપર્ક કરી મહીસાગર જીલ્લાના વરસાડા ગામ નજીક પસાર થતી ભાદર નદીના ધરામાં પથ્થર બાંધી ફેંકી દીધી લાશનો નાશ કરી હત્યારાઓ બિન્દાસ્ત છેલ્લા ચાર વર્ષથી ખુલ્લેઆ ફરતા હતા જોકે પેલી કહેવત મુજબ ભગવાન કે ઘર દેર હૈ પર અંધરે નહીંની જેમ ચાર વર્ષ બાદ ગુમ સગીરાની શોધખોળમાં હત્યાનો પર્દાફાશ થયો હતો જીલ્લા એલસીબી પોલીસે સગીરાના હત્યાનો ગુન્હાનો ભેદ ટેક્નિકલ એનાલિસિસ અને બાતમીદારોની મદદથી ઉકેલી નાખી સાતે હત્યારાઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા

સગીરાના હત્યામાં સંડોવાયેલ આરોપીના નામ વાંચો

1) મોહન ગલા કટારા

2) ભરત ધીરા ગલા કટારા

3) રમેશ રાયચંદ કટારા

4) ધીરા ગલા કટારા (ચારે રહે, ભેમાપુર-સાથરીયા)

5) ભારૂજી ખાત્રાજી પાંડોર

6) રાકેશ ઉર્ફે લાલો ભારૂજી ઉર્ફે ભરત પાંડોર (બંને,રહે.રોયણીયા)

7) અશોક રમણ ડામોર (રહે, છાયામહુડા, તા.કડાણા, જી.મહીસાગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!