29.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લીઃ સાઠંબા પોલીસ મથકના બોરડી ગામે બે દિવસથી ગુમશુદા વીસ વર્ષીય યુવકની...

અરવલ્લીઃ સાઠંબા પોલીસ મથકના બોરડી ગામે બે દિવસથી ગુમશુદા વીસ વર્ષીય યુવકની લાશ કુવામાંથી મળી આવીઃઅનેક તર્કવિતર્ક

0
244

બાયડ તાલુકાના સાઠંબા પોલીસ મથક વિસ્તારના બોરડી ગામે બે દિવસ પહેલાં ગુમશુદા 20 વર્ષિય યુવકની લાશ કૂવામાંથી મળી આવતાં અનેક તર્કવિતર્ક સર્જાયા છે. મોતનું કારણ હાલ પણ અકબંધ છે.

બાયડ તાલુકાના બોરડી ગામે રહેતા 20 વર્ષિય યુવક પિતુલકુમાર ઈશ્વરભાઈ પરમાર રહે. બોરડી સોમવારથી ગુમ થઈ ગયા હતા. જેની શોધખોળ પરિવાર ચલાવી રહ્યો હતો. પિતુલકુમાર કોઈ ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતા હતા આજે અચાનક બુધવારના રોજ બોરડી ગામના એક કૂવામાંથી પિતુલકુમારની લાશ મળી આવતાં અનેક તર્કવીતર્ક ઉભા થયા છે કૂવામાંથી લાશ મળ્યાની વાત વાયુવેગે પંથકમાં પ્રસરી જતાં ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા.
ઘટનાની જાણ સાઠંબા પોલીસને થતાં સાઠંબા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને બહાર કઢાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!