ભિલોડા તાલુકાના અનેકવિધ ધોરીમાર્ગો વિદેશી દારૂ ની હેરાફેરી માટે સ્વર્ગ સમાન, પોલીસે લાલ આંખ કરવાની તાતી જરૂરિયાત
શિયાળાની સિઝન દરમિયાન ફુલ ગુલાબી ઠંડીનો ચમકારો વધતા વિદેશી દારૂની માંગ વધતા બુટલેગર અવનવા કિમીયા અપનાવી ગાંધીજીના ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઠાલવી રહ્યા છે.
અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના ટાકાટુકા ગામમાંથી પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ઈકો કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે.પોલીસે બુટલેગર ને જેલના હવાલે કર્યો છે.વિદેશી દારૂ અને બિયરની અલગ-અલગ બ્રાન્ડની છુટી બોટલ નંગ – ૯૬ કિંમત રૂપિયા. ૨૫,૧૪૦/- ઈકો કારની કિંમત રૂપિયા. ૨,૦૦,૦૦૦/- કુલ મુદ્દામાલની કિંમત રૂપિયા. ૨,૨૫,૧૪૦/- નો મુદ્દામાલ પોલીસ ધ્વારા ઝડપાયો છે.પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભિલોડા પોલીસ સ્ટેશન પી.એસ.ઓના જણાવ્યા મુજબ ટાકાટુકા ગામની સીમમાં ધોરીમાર્ગ પર થી પસાર થઈ રહેલ ઈકો કાર નંબર. G.J.06.HD.6983 માં પરપ્રાંતીય વિદેશી દારૂ ભરી ઈકો કાર ચાલક બુટલેગર પુરપાટ ઝડપે પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન પોલીસે તપાસ હાથ ધરતા ઈકો કારમાંથી વિદેશી દારૂ સહિત બુટલેગર હરજીભાઈ નાથુજી ખરાડી (ઉં.વ.૪૫) (રહેવાસી. ડબાયચા, તા. નયાગાવ, જી.ઉદેપુર, રાજસ્થાન) નો ઝડપાયો હતો. ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આ. હે. કો. નલીનભાઈ બાબુભાઈ એ પોલીસ સ્ટેશનમાં બુટલેગર વિરૂધ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.ભિલોડા પોલીસ સ્ટેશન પી.આઈ – એચ.પી.ગરાસીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.