બાયડ તાલુકાના સાઠંબા પોલીસ મથક વિસ્તારના બોરડી ગામે બે દિવસ પહેલાં ગુમશુદા 20 વર્ષિય યુવકની લાશ કૂવામાંથી મળી આવતાં અનેક તર્કવિતર્ક સર્જાયા છે. મોતનું કારણ હાલ પણ અકબંધ છે.
બાયડ તાલુકાના બોરડી ગામે રહેતા 20 વર્ષિય યુવક પિતુલકુમાર ઈશ્વરભાઈ પરમાર રહે. બોરડી સોમવારથી ગુમ થઈ ગયા હતા. જેની શોધખોળ પરિવાર ચલાવી રહ્યો હતો. પિતુલકુમાર કોઈ ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતા હતા આજે અચાનક બુધવારના રોજ બોરડી ગામના એક કૂવામાંથી પિતુલકુમારની લાશ મળી આવતાં અનેક તર્કવીતર્ક ઉભા થયા છે કૂવામાંથી લાશ મળ્યાની વાત વાયુવેગે પંથકમાં પ્રસરી જતાં ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા.
ઘટનાની જાણ સાઠંબા પોલીસને થતાં સાઠંબા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને બહાર કઢાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.