asd
26 C
Ahmedabad
Wednesday, October 9, 2024

અરવલ્લી : બેંક મેનેજર બની ઓનલાઇન ફ્રોડ કરનાર ઠગને ઝારખંડથી સાયબર ક્રાઈમ પોલીસ ઉઠાવી લાવી,ગ્રાહકના 1લાખ સેરવી લીધા હતા


Advertisement

અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ સેલ દ્વારા ઓનલાઈન ફ્રોડનો ભોગ બનેલા લોકોને રૂપિયા પરત અપાવવા કાર્યવાહી હાથધરવામાં આવી છે સાયબર ક્રાઇમ સેલની ટીમે બેંક મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી અરવલ્લી જીલ્લાના એક ગ્રાહકને ઓટીપીના નામે મોબાઈલ હેક કરી એક લાખ રૂપિયા ઓનલાઈન તફડંચી કરનાર ઝારખંડના મધુપુરના સાયબર ગઠિયાને તેના વતનમાંથી ઉઠાવી લાવી 1.05 લાખનો મુદ્દામાલ કબ્જે કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો ગુન્હામાં સંડોવાયેલ ઝારખંડના અન્ય એક આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે

Advertisement

Advertisement

અરવલ્લી સાયબર ક્રાઈમ સેલના પીઆઈ અમિત ચાવડા અને તેમની ટીમે ઓનલાઈન ફ્રોડના ગુન્હા અટકવાવા જનજાગૃતિ કાર્યક્રમ યોજાવાની સાથે ઓનલાઈન છેતરપિંડીના ગુન્હાનો ભોગ બનેલા ફરિયાદી ને પૈસા પરત મળે તેમજ ગુન્હા ડિટેકટ કરવા કાર્યવાહી હાથધરી છે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એક લાખ સાયબર ક્રાઈમના ગુન્હાનો ભેદ ઉકેલવા ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સી મદદથી બેંક મેનેજર તરીકે ઓળખ આપી ગ્રાહકના મોબાઈલમાં આવેલ ઓટીપી મેસેજ મંગાવી 1 લાખ રૂપિયા સેરવી લેનાર બંને ગઠિયા ઝારખંડના મધુપુરના હોવાની જાણ થતા તાબડતોડ સાયબર ક્રાઈમ સેલની ટીમ મધુપુર પહોંચી બેંક મેનેજર તરીકે ઓળખ આપનાર અજય રાજેશદાસ મહરા (રહે,ધુધુવા ઝોરી,મધુપુર-ઝારખંડ)ને ઝડપી પાડી ફ્રોડ કરી મેળવેલ એક લાખ અને મોબાઈલ મળી રૂ.1.05 લાખનો મુદ્દામાલ રિકવર કરી ગુન્હામાં સંડોવાયેલ અન્ય એક સાયબર ઠગ કુંદન સુધીર દાસ (રહે, મધુપુર,દેવધર-ઝારખંડ) નામના સાયબર ગઠિયાને ઝડપી પાડવા કવાયત તેજ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!