31.6 C
Gujarat
Wednesday, July 15, 2026
Home HeadLines રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાઃ મોડાસા,ભિલોડા અને માલપુરમાં વેપારીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ રજા...

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાઃ મોડાસા,ભિલોડા અને માલપુરમાં વેપારીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ રજા રાખવા અને દુકાનો પર ધ્વજ લગાવવા અપીલ

0
194

અરવલ્લી જીલ્લાના મુખ્ય મથક મોડાસા સહીત અન્ય તાલુકા મથકોએ પણ તા.22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનારા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની ઉજવણી કરવા માટેની તૈયારીઓ શરુ કરી છે.આ દિવસે વેપારીઓ દ્વારા મહાઆરતી સહીત સમગ્ર દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરવા માટે તૈયારીઓ હાથધરી છે અને વેપારી એસોસિએશન અને શૈક્ષણિક સંસ્થાઓને રજા રાખવા અપીલ કરવાની સાથે મકાનો પર રોશની કરવા અને ધંધા રોજગાર સ્થળોએ ધ્વજા લગાવવા અપીલ સોશ્યલ મીડિયા મારફતે કરવામાં આવી છે

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરની ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે મોડાસા શહેરમાં અરવલ્લી જીલ્લા ચેમ્બર ઓફ કોમર્સ & ઇન્ડસ્ટ્રીઝ તથા મોડાસાના તમામ વહેપારી એસોસિએશનો તેમજ ધાર્મિક,સામાજીક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સોશ્યલ મીડિયા મારફતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે તમામ બજાર, વ્યાપાર,રોજગાર બંધ રાખવાની,ઘરે રોશની કરવા, ધંધા રોજગાર સ્થળે ધ્વજા ફરકાવવા,મંદિરોમાં લાઈવ ટેલિકાસ્ટ જોવા માટે અપીલ કરી છે 22 જાન્યુઆરીએ ઓધારી મંદિરથી બપોરે નીકળનાર મહા શોભાયાત્રામાં અને મોડાસા ચાર રસ્તા પર સામુહિક આતશબાજી કરવા અપીલ કરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!