સમગ્ર દેશ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે ગુજરાતના અનેક શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કહેવાતા ઉચ્ચ વર્ણના સમાજના લોકોની નિમ્નકક્ષાની માનસિકતાને લીધે પછાત સમાજના લોકો સાથે અસ્પૃશ્યતા રાખી રહ્યા હોવાના દાખલા ઠેર ઠેર જોવા મળી રહ્યા છે ત્યારે અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાની માલવણ કેશાપુર પ્રા.શાળાના આચાર્ય શાળામાં અભ્યાસ કરતા બાળકો સાથે બિભસ્ત વર્તન કરતા કરવાની સાથે જાતિગત માનસિકતાથી પીડાતા હોવાથી જાતિગત વર્તન કરી રહ્યા છે
મોડાસા તાલુકાની માલવણ કેશાપુર પ્રાથમિક શાળામાં ગામના ક્ષત્રિય ઠાકોર સમાજના બાળકો અભ્યાસ કરી રહ્યા છે શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવતા અલ્પેશકુમાર ભીખાભાઇ પટેલ નામના શિક્ષક શાળામાં અભ્યાસ કરતા બાળકો સાથે બિભસ્ત વર્તન કરતા હોવાની સાથે તેમજ ગ્રામજનો સાથે પણ જાતિગત માનસિકતાથી પીડાઈ રહ્યા હોય તેમ જાતિગત ભેદભાવ રાખતા હોવાથી શાળાનું વાતાવરણ બગડતું હોવાનો આક્ષેપ સાથે ગ્રામજનોએ શાળામાં હોબાળો મચાવ્યો હતો તેમજ અલ્પેશ કુમાર ભીખાભાઇ પટેલ નામના શિક્ષકની બદલી કરવામાં આવેની લેખિત રજુઆત ગ્રામજનોએ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને કરતા આચાર્યની બાળકો સાથેની વર્તણુકથી શિક્ષણ આલમમાં તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું છે