28.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : શામળાજી પોલીસે ટ્રકમાં ભરેલ 12.65 લાખનો દારૂ ઉમરેઠ અને કારમાં...

અરવલ્લી : શામળાજી પોલીસે ટ્રકમાં ભરેલ 12.65 લાખનો દારૂ ઉમરેઠ અને કારમાં ભરેલ 36 હજારનો દારૂ અમદાવાદ ઠલવાતો અટકાવ્યો

0
129

અરવલ્લી SP શૈફાલી બારવાલે જીલ્લા પોલીસતંત્રને પ્રોહિબિશનની શખ્ત અમલવારી માટે આદેશ આપતા જીલ્લા પોલીસતંત્ર દેશી-વિદેશી દારૂની હેરાફેરી અને વેપલાને અટકાવવા સતત દોડાદોડી કરી રહી છે રાજસ્થાન સહીત ઉત્તર ભારતના રાજ્યોમાંથી બુટલેગરો નિતનવા નુસ્ખા અપનાવી વિવિધ વાહનો મારફતે દારૂ ઠાલવવા મરણીયા બન્યા છે શામળાજી પોલીસ બુટલેગરોમાં સિલ્ક રૂટ તરીકે જાણીતી રતનપુર ચેકપોસ્ટ પરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપી પાડતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે

શામળાજી પોલીસે 24 કલાકમાં બે જુદા-જુદા વાહનોમાંથી લાખ્ખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી લીધો હતો હરિયાણાથી ટ્રકમાં જલાઉ લાકડાની આડમાં આણંદ ઉમરેઠના બુટલેગરને ડીલેવરી આપે તે પહેલા 12.65 લાખના દારૂ સાથે ટ્રક ડ્રાઇવરને દબોચી લીધો હતો તેમજ કારમાં રાજસ્થાન ડુંગરપુરના ઠેકા પરથી 36 હજારનો દારૂ અમદાવાદના બુટલેગરને પહોંચે તે પહેલા દારૂ સાથે બે બુટલેગરોને દબોચી લીધા હતા

શામળાજી પીએસઆઈ એસ.કે.દેસાઈ અને વી.ડી.વાઘેલા તેમની ટીમ સાથે રાજસ્થાન રાજ્યને અડીને આવેલ રતનપુર ચેકપોસ્ટ સહીત અંતરિયાળ સરહદો પર સઘન પેટ્રોલિંગ હાથધરી બાતમીના આધારે રાજસ્થાનથી બોબીમાતા સરહદ પરથી દારૂ ભરેલી કારને જાબચિતરિયા નજીક કોર્ડન કરી અટકાવી કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-202 કીં.રૂ.36600/- સાથે રૂ.2.38 લાખથી વધુના મુદ્દામાલ સાથે રાજસ્થાન દેવલના રવિ કાઉવા ફેરા અને મોહન હવજી ફેરાને દબોચી લીધી હતા અન્ય એક બીજી ઘટનામાં રતનપુર ચેકપોસ્ટ પરથી ગુજરાતમાં જલાઉ લાકડાની આડમાં 12.65 લાખની 11462 વિદેશી દારૂની બોટલ સાથે હરિયાણા ધાડના દિપક રામનિવાસ પ્રજાપતિને દબોચી લઇ દારૂ, ટ્રક સહીત કુલ.રૂ.20.69 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!