મેરા ગુજરાત, નવી દિલ્હી
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે નવી દિલ્હીમાં ત્રીજા રાષ્ટ્રીય જળ પુરસ્કારના વિજેતાઓને સન્માનિત કર્યા. શ્રેષ્ઠ રાજ્ય, શ્રેષ્ઠ જિલ્લા, શ્રેષ્ઠ ગ્રામ પંચાયત અને શ્રેષ્ઠ શહેરી સ્થાનિક સંસ્થા સહિત 11 વિવિધ શ્રેણીઓમાં રાજ્યો, સંસ્થાઓ અને વ્યક્તિઓને 57 પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. વિવિધ કેટેગરીમાં એવોર્ડ વિજેતાઓને પ્રશસ્તિપત્ર, ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમ દરમિયાન, રાષ્ટ્રપતિએ જળ શક્તિ અભિયાનની પણ શરૂઆત કરી હતી જે આ વર્ષે 30મી નવેમ્બર સુધી રહેશે. પ્રાસંગિક સંબોધનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે, જળ એ જીવન છે અને કુદરતે આપણને નદીઓ આપી છે અને નદીઓના કિનારે અનેક મહાન સંસ્કૃતિઓ સમૃદ્ધ થઈ છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે, ભારતીય સંસ્કૃતિમાં નદીઓનું વિશેષ મહત્વ છે અને નદીઓને માતા તરીકે પૂજવામાં આવે છે. તેમણે કહ્યું કે ભારતમાં નદીઓને સમર્પિત વિશેષ સ્થાનો છે.





