28 C
Gujarat
Friday, August 21, 2026
Home Politics & Current Affairs અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસને મોટો ફટકો, સેવાદળના પાયાના કાર્યકર નારાયણ રાઠોડની કોંગ્રેસને આવજો…!!

અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસને મોટો ફટકો, સેવાદળના પાયાના કાર્યકર નારાયણ રાઠોડની કોંગ્રેસને આવજો…!!

0
254

વર્ષો થી અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સેવા દળ માં સેવા આપનાર નારણભાઇ રાઠોડે સેવાદળ ના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપેલ હોવાની સોસીયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી હતી. સોશિયલ મીડિયા વાઈરલ થયેલ પોસ્ટમાં જણાવાયું છે કે, હવે કોઇ અન્ય પક્ષમાં નહીં જોડાય તેવો ઉલ્લેખ કરી માત્ર સમાજ સેવા કરવાની પોસ્ટ વાયરલ કરતા અનેક સવાલો ઉઠ્યા છે. એક પછી એક કોંગ્રેસ ના પાયાના કાર્યકરો માં નારાજગી જોવા મળી છે.કોંગ્રેસ ડેમેજ કંટ્રોલ કરવામાં તદ્દન નિષ્ફળ નીવડી હોવાથી લોકોએ વિશ્વસનીયતા ગુમાવી દીધી છે. જેનો સીધો લાભ શાસક પક્ષ ને મળી શકે તો નવાઈ નહીં. નારણભાઈ રાઠોડે સ્પષ્ટ પણે જણાવી દીધું કે, કોંગ્રેસ રહીને સેવા કરવી એના કરતાં તો સમાજ માટે સેવા કરીશું તો આશીર્વાદ મળશે ના નીર્ધાર સાથે પક્ષને બાય બાય કરતા ચર્ચાનો વિષય બન્યો છે.

વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં કેટલાય ગાબડા પડવાની શક્યાતાઓ અને વંટોળના એંધાણ છે, હજુ મોટા નેતાઓના નામ પણ ચગડોળે ચઢ્યા છે, પણ હજુ ખુલીને બહાર નથી આવ્યા, વાતો એવી પણ ચાલી રહી છે કે, ટૂંક સમયમાં જિલ્લાના મોટા નેતાઓ કોંગ્રેસ સાથે છેડો ફાડી શકે છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!