29.9 C
Gujarat
Friday, August 21, 2026
Home HeadLines અરવલ્લી : ભાવનગર લઠ્ઠાકાંડ મુદ્દે કોંગ્રેસનું મોડાસામાં વિરોધ પ્રદર્શન,ભાજપ સરકાર પર આક્રમક...

અરવલ્લી : ભાવનગર લઠ્ઠાકાંડ મુદ્દે કોંગ્રેસનું મોડાસામાં વિરોધ પ્રદર્શન,ભાજપ સરકાર પર આક્રમક પ્રહાર કર્યા

0
18

ભાવનગર લઠ્ઠાકાંડની દુર્ઘટના પછી કોંગ્રેસ આક્રમક બની છે ભાજપ સરકારની હપ્તા ખોરીથી ગાંધીના ગુજરાતમાં બેફામ નકલી દારૂ વેચાઈ રહ્યો હોવનો કોંગ્રેસ સતત આક્ષેપ લગાવી રહી છે મોડાસા શહેરના ચાર રસ્તા પર અરવલ્લી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા લઠ્ઠાકાંડનો ઉગ્ર વિરોધ કરી પ્રતિકાત્મક ધરણા કરી ગૃહ મંત્રી હર્ષ સંઘવીની રાજીનામાની માંગ સાથે પ્લે કાર્ડ દર્શાવ્યા હતા

ભાવનગર લઠ્ઠાકાંડના મુદ્દે અરવલ્લી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોડાસા શહેરના ચાર રસ્તા પર મહાલક્ષ્મી ટાઉનહોલ બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી પ્રતીક ધરણાનું આયોજન કર્યું હતું કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ચાર રસ્તા પર એકઠા થઈ પ્લે કાર્ડ દર્શાવી ભાજપ સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.કોંગ્રેસે ભાવનગર લઠ્ઠાકાંડને લઈને રાજ્ય સરકારની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા અને સરકારની નિષ્ફળતાના આક્ષેપો કર્યા હતા.

કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની પણ માંગ કરવામાં આવી હતી.વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ ભાજપના કેટલાક આગેવાનો સામે હપ્તાખોરીના ગંભીર આક્ષેપો પણ કર્યા હતા. કોંગ્રેસે લઠ્ઠાકાંડ જેવી ગંભીર ઘટનામાં જવાબદારી નક્કી કરી કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!