37.9 C
Gujarat
Monday, July 13, 2026
Home ક્રાઇમ અરવલ્લી : પોલીસે રાજસ્થાની બુટલેગરને ધનોલીથી ઝડપી લીધો, શામળાજી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના...

અરવલ્લી : પોલીસે રાજસ્થાની બુટલેગરને ધનોલીથી ઝડપી લીધો, શામળાજી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુન્હામાં 3 વર્ષથી વોન્ટેડ

0
134

અરવલ્લી જીલ્લા પોલીસ અધિક્ષક શૈફાલી બારવાલે લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે જીલ્લામાં ગુન્હા આચરી ફરાર આરોપીઓને ઝડપી પાડવા એક અલગ ટીમની રચના કરી છે પોલીસ ટીમે શામળાજી પોલીસ સ્ટેશનમાં છેલ્લા ત્રણ વર્ષથી વોન્ટેડ રાજસ્થાની બુટલેગર શ્રવણ ગુર્જરને તેના વતન પનોતીયા નજીક આવેલ ધનોલી બસસ્ટેન્ડ પાસેથી ટહેલતો દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

અરવલ્લી જીલ્લા પોલીસની સ્પેશિયલ ટીમના અને ધનસુરા પોલિસ ટીમે જીલ્લામાં ગુન્હા આચરી છેલ્લા કેટલાક વર્ષોથી નાસતા-ફરતાં આંતરરાજ્ય આરોપીઓને ઝડપી પાડવા રાજસ્થાનના અલગ-અલગ વિસ્તારમાં ધામા નાખી બાતમીદારો સક્રિય કરતા રાજસ્થાનના રાજસમંદ જીલ્લાના પનોતીયા ગામનો અને શામળાજી પોલીસ સ્ટેશનમાં ત્રણ વર્ષ અગાઉ પ્રોહિબિશનના ગુન્હામાં ફરાર આરોપી શ્રવણ નારાયણલાલ ગુર્જર તેના ગામ નજીક આવેલ ધનોલી બસ સ્ટેન્ડ વિસ્તારમાં હોવાની બાતમી મળતાં તાબડતોડ ધનોલી બસસ્ટેન્ડમાં પહોચી શ્રવણ ગુર્જરને કોર્ડન કરી દબોચી લેતા છેલ્લા ત્રણ વર્ષથી ફરાર વોન્ટેડ બુટલેગરના મોતિયા મરી ગયા હતા વોન્ટેડ બૂટલેગરને શામળાજી પોલીસને સોંપવા તજવીજ હાથધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!