37 C
Gujarat
Tuesday, July 14, 2026
Home HeadLines મોડાસા : મિલન ગેસ્ટહાઉસમાં ASP સંજય કેશવાલાની રેડ રૂપલલના સાથે રંગરેલિયા માણતા...

મોડાસા : મિલન ગેસ્ટહાઉસમાં ASP સંજય કેશવાલાની રેડ રૂપલલના સાથે રંગરેલિયા માણતા બે શખ્સો અને ત્રણ સંચાલકને દબોચ્યા

0
184

મોડાસા શહેર સહીત જીલ્લાના મોટાભાગના ગેસ્ટહાઉસ અને હોટેલમાં બહારથી રૂપલલનાઓ બોલાવી ધમધમતો દેહવેપાર
મોડાસા શહેરનું મિલન ગેસ્ટહાઉસ દેહવેપાર માટે અરવલ્લી જીલ્લા સહિત રાજસ્થાન રાજ્ય સુધી પંકાયેલું છે
મિલન ગેસ્ટ હાઉસના સંચાલકો વોટ્સએપ મારફતે સેક્સ રેકેટ ચલાવી રહ્યા હોવાનું જગજાહેર છે
ASP સંજય કેશવાલા અને ટાઉન PI કે.ડી.ગોહિલ મિલન ગેસ્ટ હાઉસના સંચાલક અને તેના કર્મીઓના મોબાઈલની સઘન તપાસ કરે તો જીલ્લાની અનેક નામી-અનામી હસ્તીઓના કારનામા બહાર આવી શકે છે
ટાઉન પોલિસને બીજા ગેસ્ટ હાઉસ અને સ્પા માં ચાલતા ગોરખધંધા ક્યારે દેખાશે કે નહીં!!

અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા નવનિયુક્ત ASP સંજય કેશવાલાએ ટાઉન પોલીસ સાથે પેટ્રોલીંગ હાથધરી મિલન ગેસ્ટહાઉસમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો એએસપી સંજય કેશવાલાએ પોલીસ સાથે મિલન ગેસ્ટહાઉસમાં રવિવારે સાંજના સુમારે ત્રાટકી રૂમમાં રૂપલલના સાથે રંગરેલિયા મનાવતા બે શખ્સો અને ગેસ્ટ હાઉસનુ સંચાલન કરતા ત્રણ શખ્સોની ધરપકડ કરી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં જેલના સળિયા પાછળ ધકેલી દેતા અન્ય ગેસ્ટહાઉસમાં ચાલતા ગોરખધંધા ટપોટપ શટર પડી ગયા હતા ગેસ્ટ હાઉસના સંચાલકો એક ગ્રાહક પાસેથી 1 થી 2 હજાર રૂપિયા પડાવતા હતા અને રૂપલલનાને ગ્રાહક દીઠ 500 રૂપિયા આપતા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી

અરવલ્લી જીલ્લા ASP સંજય કેશવાલાને દેવરાજધામ નજીક આવેલ મિલન ગેસ્ટહાઉસમાં બહારથી રૂપલલના લાવી દેહવેપાર ધમધમતો હોવાની બાતમી મળતા ટાઉન પોલીસની ટીમ સાથે રવિવારે સાંજે મીલન ગેસ્ટહાઉસમાં રેડ કરી રૂમ ચેક કરતા બે રૂમની અંદર રૂપલલના સાથે રંગરેલિયા મનાવતા બે શખ્સોને ઝડપી લેતા બંને આરોપીઓની મજા ઠૂસ થઇ ગઈ હતી ગેસ્ટ હાઉસમાં મહિલાનું શોષણ કરી ગેરકાયદેસર રીતે ચાલતી પ્રવૃતિનો પર્દાફાશ થતા ટાઉન પોલીસે ગેરકાયદેસર દેહવેપારનો કાળો કારોબાર ચલાવતા સંચાલક, કર્મી અને બે ગ્રાહકોને દબોચી લીધા હતા ટાઉન પોલિસ મિલન ગેસ્ટ હાઉસના માલિક રમેશ વાલજી પ્રજાપતિને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

મિલન ગેસ્ટહાઉસમાં દેહવેપાર ચલાવતા સંચાલક અને રૂપલલના સાથે મજા માણવા ગયેલ આરોપી કોણ કોણ વાંચો..!!
1)ભાવરસિંહ અનારસિંહ રાવ
2)મહેન્દ્રસિંહ ચંદનસિંહ રાવ
3)પુલકીત ઈશ્વરભાઈ શ્રીવોર્ડ
4)હરપાલસિંહ રાજેન્દ્રસિંહ પરમાર
5)ગોવિંદસિંહ સોમસિંહ ચૌહાણ (તમામ રહે,મોડાસા)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!