38 C
Gujarat
Sunday, July 12, 2026
Home પીપલ જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન નું વર્ષ 2021 નું વાર્ષિક અધિવેશન પાટણ ખાતે યોજાયું

જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન નું વર્ષ 2021 નું વાર્ષિક અધિવેશન પાટણ ખાતે યોજાયું

0
253

આ અધિવેશનમાં વર્ષ દરમિયાન થયેલ વિવિધ સેવાકીય કાર્યો જેવા કે બ્લડ- ડોનેશન, પર્યાવરણ, જીવદયા, શૈક્ષણિક, સ્પોર્ટ્, મેડીકલ, કોવિડ-19 માસ્ક વિતરણ,બેટી બચાવો બેટી પઢાવો, ગર્લ્સ એન્ડ વુમન, કુપોષણ, અંગદાન, બોડીદાન, આઈ ચેક-અપ કેમ્પ, ટ્રાફિક અવેરનેસ, પાણીની પરબ, પશુ-પક્ષી ને પાણી- ચણ, રાશન કીટ, વિવિધ-ડે ઉજવણી, આને ભૌગોલીક પરિસ્થિતિને અનુરૂપ સેવાકીય પ્રવૃત્તિને મીમીક્રી તેમજ એન્ટરટેઇનમેન્ટ પ્રોગ્રામ સાથે ગ્રૂપ તેમજ વ્યક્તિગત ને એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા.

જાયન્ટસ મોડાસાની વર્ષ 2021 માં ફાઉન્ડેશન ના વાઇસ ચેરમેન નીલેષ જોષી તેમજ પ્રમુખ પ્રવીણ પરમાર અને સમગ્ર ટીમ દ્વારા વિવિધ સેવાકીય પ્રોગ્રામ કરવામાં આવ્યા તેમાં જાયન્ટ્સ મોડાસા પ્રમુખ ને પ્રવીણ પરમાર ને બેસ્ટ જાયન્ટ્સ પ્રેસિડેન્ટ ગોલ્ડ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા.

ગ્રુપ એન્ડ મેમ્બરશીપ પ્રવૃત્તિમાં બેસ્ટ ગોલ્ડ એવોર્ડ જીવ દયા પ્રવૃત્તિમાં બેસ્ટ ગોલ્ડ એવોર્ડ જાયન્ટ્સ સેવા સપ્તાહમાં બેસ્ટ ગોલ્ડ એવોર્ડ પર્યાવરણ ક્ષેત્રે બ્રોન્ઝ અન્ય વિવિધ સેવાકીય મા બ્રોન્ઝ બેસ્ટ સેક્રેટરી સિલ્વર એવોર્ડ તેમજ જાયન્ટ્સ સહિયર મોડાસા સેવા સપ્તાહમાં ગોલ્ડન એવોર્ડ તેમજ અન્ય સેવા પ્રવૃત્તિમાં સિલ્વર એવોર્ડ આમ કુલ પાંચ ગોલ્ડન એવોર્ડ બે સિલ્વર એવોર્ડ બે એવોર્ડ કુલ 9 એવોર્ડ ફાઉન્ડેશન ચેરમેન નિલેષ જોશી પ્રમુખ પ્રવીણ પરમાર સહિયર ગ્રુપ પ્રમુખ દશૅનિકા પટેલ અને સમગ્ર ટીમ દ્વારા સેવા કાર્યો માં કુલ નવ એવોર્ડ મોડાસા એ મેળવ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!