26 C
Gujarat
Saturday, August 1, 2026
Home રાષ્ટ્રીય જમ્મુ કાશ્મીરને બીજીવાર પૂર્ણ રાજ્યનો દરજ્જો લોકસભાની ચૂંટણી સુધીમાં મળી શકે છે

જમ્મુ કાશ્મીરને બીજીવાર પૂર્ણ રાજ્યનો દરજ્જો લોકસભાની ચૂંટણી સુધીમાં મળી શકે છે

0
198

જમ્મુ કાશ્મીરનો રાજ્યનો દરજ્જો પરત લઈ બે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરને બીજીવાર પૂર્ણ રાજ્યનો દરજ્જો 2024ની લોકસભા ચૂંટણી સુધી મળી શકે છે. ખાસ કરીને આ વર્ષના અંત સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં મતદાર યાદીનું કામ પૂર્ણ થવાની શક્યતા છે.

જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળે તેવી શક્યતાઓ છે. કેમ કે, કેન્દ્ર સરકાર મતદારોની યાદી બનાવવાની પ્રતિક્ષા કરી રહી છે. સીમાંકન પ્રક્રિયા ચૂંટણી પંચની પૂર્ણ થયા બાદ મતદારોની યાદી પૂર્ણ થશે.

ખાસ કરીને બે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનો નિર્ણય અગાઉ લેવામાં આવ્યો હતો. 17મી લોકસભા ભંગ થાય એ પહેલા જ કહેલા આ બોલનું પાલન થાય તે પ્રયાસ છે. આ પહેલા જમીન સંપાદનને લઈને પણ વાત સામે આવી હતી. અગાઉ 17મી લોકસભામાં કૃષિ કાયદા પરત ખેંચાયા હતા. ત્યારે બીજી બાજુ જમ્મુ કાશ્મીરમાં મતદાર યાદીનું કામ પૂર્ણ થવાની રાહ જોવામાં આવી રહી છે. જેથી કેેન્દ્ર સરકારે આ મામલે મોટો નિર્ણય લે તેવી શક્યતાઓ છે. બધુ યોગ્ય રીતે પાર પડશે તો ચૂંટણી પહેલા જ રાજ્યોનો દરજ્જો પાછો આપી શકાશે.

જમ્મુ કાશ્મીરની અંદર ગમે ત્યારે આતંકવાદીઓના હુમલાઓ અગાઉ થતા હતા પરંતુ અત્યારે આ હુમલાઓ ઓછા થઈ રહ્યા છે બીજી તરફ આતંકવાદીઓના ક્યારેક હુમલા થાય છે તો આતંકવાદીઓને પકડીને કડક કાર્યવાહી કરવામાં આવે છે જેમાં કેટલીકવાર આંતકવાદીઓને ફાયરીંગમાં ઠાર પણ મારવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!