29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home કરંટ ઇશ્યુ અરવલ્લી : સામાજીક સમરસતા મંચે પ્રિત ચૌધરીના શંકાસ્પદ હાલતમાં મળેલા મૃતદેહની ન્યાયીક...

અરવલ્લી : સામાજીક સમરસતા મંચે પ્રિત ચૌધરીના શંકાસ્પદ હાલતમાં મળેલા મૃતદેહની ન્યાયીક તપાસ માટે કલેક્ટર,SPને આવેદન

0
142

અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના કોલીખડ ગામના અને તત્ત્વ એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા 19 વર્ષીય વિદ્યાર્થીનો શંકાસ્પદ હાલતમાં તત્ત્વ આર્કેડ કોમ્પ્લેક્ષ પાછળના ભાગમાંથી મળી આવતા ભારે ચકચાર મચી હતી એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પ્રીત ચૌધરીના શરીરે ગંભીર ઇજાના નિશાન જોવા મળતા પરિવારજનો તેમના પુત્રની હત્યા થઈ હોવાનું માની રહ્યા છે બીજીબાજુ પોલીસતંત્ર પેનલ પીએમ પછી એફએસએલ રિપોર્ટ અને વિસેરાના રિપોર્ટની રાહ જોઈ રહી છે પ્રીત ચૌધરીના મૃત્યુ અંગે રહસ્ય ઘૂંટાયું છે ત્યારે સામાજિક સમરસતા મંચ અને અને વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓએ જીલ્લા કલેકટર અને જીલ્લા પોલીસવડાને આવેદનપત્ર આપી મૃતક યુવકના મોતની યોગ્ય અને ઝડપથી ન્યાયિક તપાસની માંગ કરી હતી

ગુજરાત સામાજીક સમરસતા મંચ અને વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓ સહિત જ્ઞાતિબંધુઓએ મંગળવારે મોટી સંખ્યામાં જીલ્લા કલેક્ટર અને જીલ્લા પોલીસવડાને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે 25 દિવસ અગાઉ તત્ત્વ આર્કેડના બેઝમેન્ટમાંથી કોલીખડ ગામના એન્જિનિયરિંગના વિદ્યાર્થી પ્રીત ચૌધરીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો હજુ સુધી પોલીસ કોઈ યોગ્ય દિશામાં પહોંચી શકી નથી પરિવારજનો અને સમાજના લોકોએ પ્રીત ચૌધારીની ન્યાયિક તપાસ અને હત્યાનો ગુન્હો દાખલ કરવા થોડા દિવસ અગાઉ મોડાસા ચાર રસ્તા ખાતે મૌન શ્રંધાંજલિ અર્પી હતી મૃતક આશાસ્પદ યુવકના મોતથી પરિવારજનો આઘાતમાં સરી પડ્યા છે જેથી સમગ્ર ઘટના અંગે ઝડપથી ન્યાયીક તપાસની માંગ કરી હતી અને આ અંગે સામાજીક સમરસતા મંચ અને વીએચપી મુખ્યમંત્રીને રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!