20 C
Ahmedabad
Friday, January 17, 2025

અરવલ્લી : મોડાસા શહેરમાં સ્પાના હોર્ડિંગ્સ સામે નગરપાલિકા પ્રમુખની લાલ આંખ એજન્સીને તાકીદ કરતા હોર્ડિંગ્સ દૂર કરાયા


અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં છેલ્લા બે વર્ષથી સ્પા અને મસાજ પાર્લરનું કલ્ચર શહેરના યુવાધનને બરબાદીની ગર્તામાં ધકેલી રહ્યું છે શહેરના માર્ગો પર સ્પા મસાજ પાર્લરના જાહેરાતના મસમોટા હોર્ડિંગ્સ લાગતા શહેરમાં કુતૂહલ સર્જાયુ હતું શહેરીજનો જાણે બેંગકોક પતાયામાં ફરતાં હોય તેવો નજારો જોઈ ચોંકી ઉઠ્યા હતા આ અંગેનો અહેવાલ Mera Gujarat વેબ પોર્ટલમાં પ્રસિધ્ધ થતા નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠે તાબડતોડ નગરપાલિકા વિસ્તારમાં જાહેરાતનું કામકાજ કરતી એજન્સીને સંચાલકને સ્પા મસાજ પાર્લરના શહેરના માર્ગો પર લાગેલ હોર્ડિંગ્સ તાત્કાલિક હટાવી લેવા કડક સૂચના આપતા એજન્સીએ વહેલી સવારે હોર્ડિંગ્સ બોર્ડ ઉતારી લીધા હતા

Advertisement

મોડાસા શહેરના જાહેર માર્ગો પર લાગેલ સ્પા મસાજ પાર્લરના બોર્ડનો મામલો શું હતો વાંચો…!!

Advertisement

મોડાસા શહેરમાં બેંગકોક જેવા સ્પાના બેનર લાગતા શહેરીજનોમાં કુતૂહલ, મસાજનો ચસ્કો બરબાદીનો પંથ

Advertisement

અરવલ્લી જીલ્લા સહીત સમગ્ર ઉત્તરગુજરાતમાં શૈક્ષણિક નગરી અને સંસ્કારી નગરી તરીકે જાણીતા મોડાસા શહેરમાં છેલ્લા કેટલાક વર્ષો થી યુવાનો વિદેશીદારૂ, બીયરના નશાના ખપ્પરમાં ખુંપી રહ્યા છે આ ઓછું હોય તેમ છેલ્લા બે વર્ષથી શહેરમાં સ્પા અને મસાજ પાર્લરનું ક્લચર શહેરના યુવાધનને બરબાદીના ગર્તામાં ધકેલાઈ રહ્યા છે સમગ્ર દેશમાં મોટાભાગના સ્પામાં મસાજ પાર્લરની આડમાં અનૈતિક દેહવેપારનો વેપલો ધમધમતો હોવાનુ જગજાહેર છે ત્યારે મોડાસા શહેરમાં સ્પાના જાહેરાતના મસમોટા હોર્ડિંગ્સ લાગતા રોડ પરથી પસાર થતાં બાળકો અને યુવાઓ કુતૂહલ પૂર્વક સ્પાની જાહેરાતના હોર્ડિંગ્સ સામે આંખો ટીકી ઉભા રહેતા રોડ પરથી પસાર થતા બુદ્ધિધન લોકો મોડાસા શહેરને કેટલાક લેભાગુ તત્ત્વો સ્પાના નામે યુવાધનને બરબાદીના પંથકમાં ધકેલી રહ્યા હોવાનો અહેસાસ અનુભવી રહ્યા છે

Advertisement

 

Advertisement

ગુજરાત સહિત સમગ્ર દેશમાં સ્પામાં મસાજ પાર્લરની આડમાં થાઈલેન્ડ,નેપાળ,બર્મા અને પર પ્રાંતીય યુવતીઓ લાવી યુવકોને અને રંગીન મિજાજી લોકો પાસેથી પૈસા લઇ મજા કરાવતા હોવાનું ડંકાની ચોંટે ચર્ચાઈ રહ્યું છે મોડાસા શહેરમાં સ્પાની આડમાં મસાજ પાર્લરના નામે દેહવેપારનો ધમધમતો ધંધો અનેક અભ્યાસ કરતા યુવાનોને ચસ્કો લાગી ચુક્યો છે પૈસાદાર નબીરાઓ અને ગ્રાહકોને પૈસો લઇ મજા કરવા ઉભી થયેલ સ્પાની હાટડીઓ શહેરના યુવાઓનું ભાવિ અંધકારમય બનાવે તો નવાઈ નહીં…?? શહેરના અનેક યુવકો યુવાનીના જોશમાં એક વાર સ્પાની પગથિયું ચઢિ ગયા પછી તેની સોબતમાં બરબાદ પણ થઇ ચુક્યા છે ત્યારે જાહેરમાં લાગેલ સ્પાના હોર્ડિંગ્સથી અનેક પ્રકારની ચર્ચાઓ સાથે અટકળો ઉભી થઈ છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!