શહેરા
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં અવિરત અતિ ભારે વરસાદ પડતા અતિવૃષ્ટિ ને કારણે ખેડૂતોનો પાક નુકસાન થવા પામ્યું છે ઉપરાંત ગ્રામ્ય વિસ્તાર ના માર્ગો ની હાલત ઉબડખાબડ થવાથી ગ્રામ્ય પ્રજા ને અવરજવર કરવા માટે ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. જેવી બાબતને લઈને શહેરા કોંગ્રેસ પક્ષના વિરોધ પક્ષના નેતા દ્વારા શહેરા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં અવિરત અતિ ભારે વરસાદ પડતા અતિવૃષ્ટિ ને કારણે ખેડૂતોનો પાક નુકસાન થવા પામ્યું છે ઉપરાંત ગ્રામ્ય વિસ્તાર ના માર્ગો ની હાલત ઉબડખાબડ થવાથી ગ્રામ્ય પ્રજા ને અવરજવર કરવા માટે ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે.અને બીજી બાજુ ગ્રામ્ય વિસ્તારમાં અનેક પાકા કાચા મકાનો ધરાશાય થયા છે.અને પશુધનના મૃત્યુના બનાવો પણ બનવા પામ્યા છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો પશુપાલકો મજુર અને સામાન્ય ગરીબ વર્ગને ખૂબ જ નુકશાન થયું છે. ત્યારે આ બાબતોને લઈને અસરગ્રસ્તોને સરકાર દ્વારા તાત્કાલિક યોગ્ય વળતર સહાય પાક વીમો મકાનો પશુધન માટે સહાય તેમજ ગ્રામ્યના અંતરિયાળ વિસ્તારના રસ્તાઓ તાત્કાલિક અસરથી સમારકામ કરવા જેવી બાબતને ધ્યાનમાં રાખીને શહેરા તાલુકા કોંગ્રેસ પક્ષ દ્વારા શહેરા મામલતદાર ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.જેમાં શહેરા તાલુકા વિરોધ પક્ષના નેતા જે બી સોલંકી સહિત તાલુકા કોંગ્રેસના આગેવાનો હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.





