29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ ચેક રીર્ટન કેસમા મહિસાગર જીલ્લાના આરોપીને એક વરસની સાદી કેદની સજા સંભળાવતી...

ચેક રીર્ટન કેસમા મહિસાગર જીલ્લાના આરોપીને એક વરસની સાદી કેદની સજા સંભળાવતી શહેરા કોર્ટ

0
97

શહેરા,
પંચમહાલના શહેરાનગરમા રહેતા કૃપાલીબેન કંસારાએ મહિસાગર જીલ્લાના વેચાતના મુવાડા ખાતે રહેતા ભરતભાઈ પાસેથી અર્ટીગા ગાડી ખરીદી હતી.જેના પૈસા પણ કૃપાલીબેન દ્વારા આપી દેવામા આવ્યા હતા. ભરતભાઈ દ્વારા મારે ગાડીની જરુર છે. એમ કહીને ત્રણ દિવસ માટે ગાડી લઈ ગયા હતા. પછી તેમણે એમ જણાવ્યુ હતુ કે અમારે ગાડીને લઈને ઘરમા કંકાસ થાય છે.ગાડી આપવી નથી. તેમ કહીને કૃપાલીબેનને 3,80,000 લાખનો ચેક આપ્યો હતો. જોકે ચેક બેંકમા જમા કરાવતા તેમા રાશિ અપર્યાપ્ત હે તેમ કહીને રિર્ટન થયો હતો. આ મામલે ભરતભાઈનો સંર્પક કરતા હાલમા મારી પાસે સગવડ નથી હુ કહુ ત્યારે નાખજો,થોડા સમય પછી કૃપાલીબેને ફરી ચેક નાખતા પરત ફર્યો હતો. આ મામલે કૃપાલીબેને વકીલ અનોપસિંહ સોલંકીનો સંપર્ક કરીને ધી નેગોશીએશન ઈન્સ્ટુમેન્ટ એકટની કલમ મુજબ નોટીસ આપીને પૈસા ચુકવી દેવા જણાવાયુ હતુ. અને જો તેમ નહી કરવામા આવે તો કાયદેસરના પગલા ભરવા અંગે જણાવાયુ હતુ.

આ સમગ્ર મામલો એડી.ચીફ જ્યુડી મેજીસ્ટ્રેટ એ.આર.તાપીયાવાલા સાહેબની કોર્ટમા ચાલી જતા આ મામલે દલીલો થઈ હતી.તેમજ આરોપી ભરતભાઈ દ્વારા કૃપાલીબનને 50,000 રુપિયા ચુકવી આપ્યા હતા.પણ અન્ય પૈસા બાકી હોવાથી આરોપી ભરતભાઈને એક વરસની સાદી કેદની સજા ફરમાવી હતી. અને બાકી રહેલા 3,30,000 જેટલી રકમ પરત કરવાનો હુકમ કર્યો હતો. આ કેસમા ફરિયાદીના વકીલ અનોપસિંહ સોલંકીએ દલીલો કરી હતી કે આરોપીએ ગંભીર પ્રકારનો ગુનો કરેલ છે. ચેકો રીર્ટન થવાના કિસ્સા વધી રહેલ છે.સમાજમા દાખલો બેસાડવો જરુરી છે. આ મામલે કાયદા મુજબની મહત્તમ સજા કરવી જોઈએ.ફરિયાદીને બમણુ વર્તન આપવુ જોઈએ. કોર્ટે ચુકાદો સંભળાવાતા નોધ્યુ હતુ કે કાયદાના પ્રસ્થાપિત સિધ્ધાત અનુસાર કાયદો ઘડવા પાછળ લેજીસ્લેચરનો ઈરાદો કાયદાને અસરકારક બનાવાની મુખ્યફરજો અદાલતોની છે.અને જો તે મુજબ ન કરવામા આવે તો બેંકીગ વ્યવસ્થામા વિશ્વાસ ઉઠી જશે. લોકો ચેકોના દુરઉપયોગ કરતા અચકાશે નહી. જેના કારણે ભારતીય અર્થતંત્ર કે વિકાસશીલ અર્થતંત્ર છે તેને નુકશાન થાય તેમ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!