38 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines ખેલૈયાઓ માટે માઠા સમાચાર, નવરાત્રીમાં પડી શકે છે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ખેલૈયાઓ માટે માઠા સમાચાર, નવરાત્રીમાં પડી શકે છે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

0
95

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. ગરમી વચ્ચે હાલ રાજ્યમાં હળવા વરસાદી ઝાપટાં પડશે. 18થી 22 સપ્ટેમ્બર દરમિયાન છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડશે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી વરસાદની શક્યતા છે.

ગુજરાત ના અન્ય ભાગોમાં વરસાદી ઝાપટાં પડશે. 22 સપ્ટેમ્બરથી બંગાળનો ઉપસાગર સક્રિય થશે. 27થી 29 સપ્ટેમ્બર સુધ ગુજરાતના ભાગોમાં સિસ્ટમ સક્રિયા થતા હળવાથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

સિસ્ટમ સક્રિયા થતા વડોદરા, આણંદ, નડીયાદ, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદ લાવશે. દક્ષિણ ગુજરાતના સુરત આસપાસના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. 28 સપ્ટેમ્બર બનતી નવી સિસ્ટમથી બંગાળમાં વાવાઝોડું આવશે જેથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

ખેલૈયાઓની બગડી શકે છે નવરાત્રિ
અરબ સાગર સાયક્લોનિક સર્ક્યુલેશન થશે. નવરાત્રિમાં નવી સીસ્ટમ બનશે જેથી વરસાદ પડવાની શકયતા છે. નવરાત્રિ દરમિયાન કેટલાક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. નવરાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે જ્યારે અન્ય વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે. શરદ પૂનમ પછી પણ વરસાદી ઝાપટાં પડશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!