38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત પંચમહાલ : ઔધોગિક તાલીમ સંસ્થા ગોધરા ખાતે કૌશલ દિક્ષાત સમારોહ યોજાયો

પંચમહાલ : ઔધોગિક તાલીમ સંસ્થા ગોધરા ખાતે કૌશલ દિક્ષાત સમારોહ યોજાયો

0
135

ગોધરા,
ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગોધરામાં તૃતીય કૌશલ દીક્ષાંત સમારોહ કાર્યક્રમમાં દિલ્હીથી લાઈવ પ્રસારણ થયા બાદ આ કાર્યક્રમ યોજવામાં આવેલો હતો.જેમાં આમંત્રિત મહાનુભવોમાં ડૉ. આનંદ ઘડિયાળી , આર.બી. કાર્સના મેનેજિંગ ડિરેક્ટર રમેશભાઈ પટેલ તથા તેમની એચ.આર. ટીમ અને પંચામૃત ડેરી ગોધરાના એચ.આર હેડ હિતેશ પટેલ તદ ઉપરાંત રોજગાર વિનિમય કચેરી ગોધરાથી પ્રશાંતભાઈ રાણા પ્લેસમેન્ટ ઓફીસર હાજર રહી કૌશલ દીક્ષાંત સમારોહ કાર્યક્રમમાં હાજરી આપી હતી.આ કાર્યક્રમમાં ૨૦ ટ્રેડના અને “રાષ્ટ્ર વિકાસમાં યુવાઓની સહભાગિતા” નિબંધમાં ભાગ લીધેલ સ્પર્ધામાં વિજેતા જાહેર થયેલ ટોપ 3 તાલીમાર્થીઓને પહેલો, દ્વિતીય, તૃતીય ક્રમે મેડલ અને સર્ટિફિકેટ દ્વારા સન્માન અને પ્રોત્સાહન આપવા આવેલુ હતું.

સ્કીલ ઇન્ડિયા નું મહત્વ અને કારકિર્દીમાં આગળ વધવાની મહત્વના ટ્રેનિંગ વિશે જાણકારી આપી તાલીમાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં આઈ.ટી.આઈ ગોધરાના આચાર્ય ડી.જે વરમોરા, ફોરમેન, સુ.ઇ શ્રી, અને તાલીમાર્થીઓએ ભાગ લીધેલો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!