અમદાવાદમાં થોડા દિવસ પહેલા અસામાજિક તત્વોએ આતંક મચાવી ઘરોમાં તેમજ વાહનોમાં તોડફોડ કરી હતી, મીડિયા અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ પોલિસે કાર્યવાહી કરી અને તોફીની તત્વોને ઝડપી પાડી શબક શિખવાડ્યું હતું. પણ આવુ બધી જગ્યા થતું નથી કારણ કે, ક્યાંક પોલિસના હાથ બંધાઈ જાય છે અને આવું અરવલ્લી જિલ્લાના મોડાસા ટાઉન પોલિસ સાથે થયું હોય તેવી લોક ચર્ચાઓએ જોર પકડ્યું છે. મોડાસા ટાઉન પોલિસ અસમાજિક તત્વોને ન પકડીને બે આઈપીએસ અધિકારીઓની કામગીરી પાણીમાં ફેરવતી હોય તેવું પણ હવે સ્પષ્ટ લાગી રહ્યું છે.
હાલ દિવાળી આવી રહી છે ત્યારે મોડાસા ટાઉન પોલિસ અધિકારી એટલા વ્યસ્ત થઈ ગયા હોય તેવું લાગે છે કે, અસામાજિક તત્વોને પકડવાનો સમય જ ન હોય તેવું લાગે છે. થોડા દિવસ પહેલા મોડાસાના ડીપ વિસ્તારમાં અલંકાર સોસાયટી બહાર રાત્રીના સમયે 10 થી વધારે અસામાજિક તત્વોએ આંતિક મચાવી, શ્રમિકોને ઘર આંગણે આવી, પોતાનો રોફ બતાવ્યો હતો, જોકે 48 કલાક થવા આવવા છતાં હજુ અરવલ્લી જિલ્લાની મોડાસા ટાઉન પોલિસ અસામાજિક તત્વો સુધી પહોંચી શકી નથી.
શું હતી ઘટના તે વાંચો – http://sh028.global.temp.domains/~renewedm/MeraGujarat/news/33719/
પોલિસ પર જ્યારે કોઈ હુમલાની ઘટના થાય તો પોલિસ કોઈપણ ભોગે આકાશ પાતાળ એક કરીને આરોપીઓને ઝડપી પાડતી હોય છે, પરંતુ જે પોલિસ પ્રજા માટે છે તે પોલિસ, જ્યારે પ્રજા પર આફત આવે ત્યારે માત્ર ને માત્ર તમાશબીન બની જતી હોય છે. તોફાની તત્વોને કેમ પકડતી નથી તે સવાલ છે. શુ તોફાની તત્વોની પોલિસ સાથે સાંઠગાંઠ છે કે શું તેવા સવાલો તો હવે ચોક્કસથી ઉઠવાના છે, કારણ કે, પોલિસ હજુ સુધી તોફાની તત્વોને પકડવામાં નિષ્ફળ સાહિત થઈ ગઈ છે. હવે તો એવું લાગે છે કે, પોલિસ આવા તત્વોને ન પકડીને તેમની હિંમત વધારી દેશે.





