30.9 C
Gujarat
Tuesday, July 14, 2026
Home HeadLines EXCLUSIVE : પોલીસબેડામાં ધરખમ ફેરફાર, સાગમેટે 25 IPSની બદલી

EXCLUSIVE : પોલીસબેડામાં ધરખમ ફેરફાર, સાગમેટે 25 IPSની બદલી

0
109

રાજ્યમાં ફરી એક વખત મોટાપાયે બદલીના આદેશ સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. રાજ્યના પોલીસ બેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. 25 IPS અધિકારીઓની બદલી કરવા માટે આદેશ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે ગૃહ વિભાગે આ બદલીના આદેશ કર્યા છે અને આ આદેશ બાદ પોલીસ બેડામાં ભારે હલચલ જોવા મળી રહી છે.

રાજકુમાર પાંડિયનને ADGP કાયદો – વ્યવસ્થામાં મુકાયા
અજય ચૌધરી ADGP મહિલા સેલમાં મુકાયા
એમ.એલ.નિનામાની IGP સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચમાં બદલી
વિધી ચૌધરી સ્પેશ્યિલ કમિશનર તરીકે અમદાવાદમાં મુકાયા
જયપાલસિંહ રાઠોડની જોઈન્ટ જેસીપી સેક્ટર-2 અમદાવાદમાં બદલી
લિના પાટીલની એડિશનલ પોલીસ કમિશનર વડોદરા તરીકે બદલી
સુધીર ચૌધરી આઈબીના નવા એસપી બન્યા
બલરામ મીણાની ડીસીપી ઝોન-1 અમદાવાદમાં બદલી
હિમકરસિંહ રાજકોટ ગ્રામ્યના નવા એસપી બન્યા
ઉષા રાડાની વડોદરા સેન્ટ્રલ જેલના નવા જેલર તરીકે બદલી
સંજય ખરાટ અમરેલીના નવા એસપી બન્યા
ડો. રવિન્દ્ર પટેલ પોલીસ હાઉસિંગ બોર્ડમાં મુકાયા
હિમાંશુ વર્માની સીઆઈડી ક્રાઈમના એસપી તરીકે બદલી
આલોક કુમાર સુરત ઝોન-1ના ડીસીપી બન્યા
વિધી ઠાકુરની અમદાવાદ સેન્ટ્રલ જેલના નવા જેલર તરીકે બદલી
એન.એ.મુનીયાને એસઆરપી ગ્રુપ – 3માં મુકાયા
વસંતકુમાર નાયી પાટણના નવા એસપી બન્યા
મેઘા તેવરની અમદાવાદથી સાબરકાંઠા એસઆરપીમાં બદલી
કોમલ વ્યાસને અમદાવાદથી જામનગર એસઆરપીમાં મુકાયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!